ઇન્ટરનેશનલ યોગા-ડે નિમિતે સમર્થ વ્યાયામ મંદિરમાં ક્રિએટિવ યોગા ગ્રુપના બહેનો દ્વારા વિશિષ્ઠ ઉજવણી કરાઈ. વર્ષોથી સમર્થ વ્યાયામ મંદિર (અખાડા)માં બહેનોના યોગા વર્ગ ચાલી રહ્યા છે, જેમાં દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ બહેનો દ્વારા તા.ર1 જૂનના વિશ્વ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી. જે અન્વયે વિવિધ યોગા આસનોની કવીઝ તથા તેના લાભને પ્રાયોગિક રીતે સમજણ આપવામાં આવી તથા યોગ અને પ્રાણાયામને લગતી પ્રવૃત્તિ કરવામાં આવી, જેમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો.
આ યોગા વર્ગમાં પારૂલબેન ગાંધી, મમતાબેન મહેતા, સંગીતાબેન જીવાણી તથા માધવીબેન ભટ્ટ સેવા આપી રહ્યા છે, જેમને સંસ્થા ટ્રસ્ટી મનુભાઈ સાવલિયા અને ટ્રસ્ટી મંડળનો સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે.
Recent Comments