fbpx
અમરેલી

અમરેલીના સાંગાડેરી, શંભુપરા અને બાબરાના નડાળા બાદ બગસરાના ખારીમાં પણ ૧૦૦% વેક્સિનેશન પૂર્ણ

અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં ૧૦૦% વેક્સીનેશન કરવાની કામગીરી પુરજોશમાં શરૂ છે ત્યારે થોડા દિવસો પહેલા અમરેલી તાલુકાના મોટા આંકડીયા પીએચસી હેઠળના સાંગાડેરીમાં, વાંકીયા પીએચસી હેઠળના શંભુપરામાં અને બાબરાના કોટડાપીઠા પીએચસી હેઠળના નડાળા ગામમાં ૧૦૦% વેક્સીનેશન પૂર્ણ કરવામાં આવ્યા બાદ આજે બગસરાના ખારી ગામે ૧૦૦ વેક્સિનેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું.

આ અંગે વિગતો આપતા ખારી ગામના સરપંચ શ્રી રમણીકભાઇ રાખોલિયાએ જણાવ્યું હતું કે માવજીંજવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની હેઠળ આવતા ખારી ગામમાં વિવિધ કેમ્પ કરીને લોકોને  વેક્સિનેશન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. સ્થાનિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા આજે વેક્સિનેશનની કામગીરી ૧૦૦ % પૂર્ણ કરવામાં આવી તે બદલ શ્રી રાખોલિયાએ આભાર વ્યક્ત કર્યો હતો.

નોંધનીય છે કે જિલ્લાના તમામ ગામોમાં ૧૦૦% વેક્સનેશન પૂર્ણ થાય તે બાબતે ગામના સરપંચ, લોક આગેવાનો, ધર્મગુરુઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ આ વેક્સનેશનમાં ભાગીદાર બને તો ખુબ ટૂંકા ગાળામાં  કોરોના સામે રક્ષણ મેળવી શકીશું.

Follow Me:

Related Posts