અમરેલી

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસોથી સાવરકુંડલા બાયપાસનો પ્રાણ પ્રશ્ન હલ થયો

રેલ્વે બોડૅ તરફથી ગત તા. ૩ જાન્યુઆરી, ર૦રર ના રોજ એલ.સી. શીફટીંગ માટે એન.ઓ.સી. અપાઈ રાજય સરકાર તરફથી આ કામે અંદાજિત ૭.પ૦ કરોડ જેવી માતબર રકમને તાત્કાલીક મંજુરી આપવામાં આવી
ત્વરીત ફંડ ફાળવણી માટે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મા–મ મંત્રી શ્રી પુણેૅશભાઈ મોદીનો સહદય આભાર વ્યકત કયોૅ

અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના સતત પ્રયાસોથી આખરે સાવરકુંડલા શહેરના પ્રાણ પ્રશ્ન એવા બાયપાસના પ્રશ્નનો હલ આવેલ છે, આ કામ ઝડપી વેગવંતુ બનેલ છે અને રાજય સરકાર તરફથી તા. ૭ જાન્યુઆરી, ર૦રરના રોજ આ કામ અંદાજિત રૂા. ૭.પ૦ કરોડ જેવી માતબર રકમ પણ તાત્કાલીક મંજુર કરવામાં આવેલ છે.
પ્રાપ્ત વિગતોનુસાર સાવરકુંડલા શહેર માંથી પસાર થતા બાયપાસ પર આવેલ રેલ્વે લાઈન ઉપર આર.ઓ.બી. નિમૉણનું કાયૅ છેલ્લા ૬ વષૅથી પણ વધુ સમયથી વિલંબીત પડેલ હોવાના કારણે વતૅમાનમાં મોટી કંપનીઓના ટેન્કરો, ટોરસ અને ભારે વાહનો સાવરકુંડલા શહેરના મધ્યમાંથી પસાર થઈ રહયા છે જેના લીધે વેપારીઓને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે તથા શહેરીજનોમાં સતત અકસ્માતનો સતત ભય રહે છે.
સાવરકુંડલા શહેરમાં બનેલ બાયપાસ પર આર.ઓ.બી.નું નિમૉણ કાયૅ ઝડપથી ચાલુ થાય તે માટે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહયા છે અને આ માટે સાંસદશ્રીએ ગત તા. ર૦ સપ્ટેમ્બર, ર૦ર૧ના રોજ રેલ્વે વિભાગ, નેશનલ હાઈવે અને માગૅ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે સ્થળ પર જોઈન્ટ બેઠક અને વીઝીટ યોજેલ હતી. આ બેઠકમાં થયેલ નિણૅય અન્વયે ગત તા. ૩ જાન્યુઆરી, ર૦રર ના રોજ રેલ્વે બોડૅ તરફથી ફાટક શીફટીંગ માટે જરૂરી મંજુરી પણ મળી ગયેલ છે અને આ કામ માટે આજ તા. ૭ જાન્યુઆરી, ર૦રરના રોજ એટલે કે ફકત ૪ દિવસમાં જ રાજય સરકાર તરફથી રૂા. ૩ કરોડ પપ લાખ એલ.સી. શીફટીંગ માટે અને અંદાજિત ૪.૦૦ કરોડ રૂા. રોડના કામ માટે એમ કુલ રૂા. ૭ કરોડ પ૦ લાખ જેવી માતબર રકમ પણ મંજુર કરી દેવામાં આવેલ છે.
આ અંગે સાંસદશ્રીએ જણાવેલ છે કે, બાયપાસના કામે અડચણરૂપ તમામ બાબતોનું નિવારણ થઈ ગયેલ હોય, આ માટે રેલ્વે બોડૅ તરફથી એલ.સી. શીફટીંગ માટે મંજુરી તેમજ આ કામ માટે રાજય સરકારશ્રી તરફથી તાત્કાલીક નાણાંકીય જોગવાઈ પણ કરી દેવામાં આવેલ છે તે બદલ સાવરકુંડલા શહેરના લોકો વતી ગુજરાત રાજયના માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માન. માગૅ અને મકાન મંત્રી શ્રી પુણેૅશભાઈ મોદીનો સહદય આભાર વ્યકત કરૂ છું.

Related Posts