fbpx
ગુજરાત

અમરેલીના સાવરકુંડલામાં પ્રોફેસર અને વિદ્યાર્થી સામે પોક્સો હેઠળ ફરિયાદ કરવામાં આવી

અમરેલીના સાવરકુંડલા પોલીસ મથકમાં પ્રોફેસર અને વિદ્યાર્થી સામે પોક્સ હેઠળ ફરિયાદ નોંધાઈ. અમરેલીના સાવરકુંડલા પોલીસ મથકમાં પ્રોફેસર અને વિદ્યાર્થી સામે પોક્સ હેઠળ ફરિયાદ નોંધાઈ. પ્રોફેસર અને વિદ્યાર્થી બંને કણકીયા કોલેજના હોવાનું સામે આવ્યું. કોલેજમાં પી.ટીના પ્રોફેસર કબડી સ્પર્ધામાં ભાગ લેવા જતા સમયે વિદ્યાર્થીની સાથે શારીરિક અપડલાં કર્યા હતા. આ વર્તણૂંકને લઈને કોલેજના પી.ટી. પ્રોફેસર એજાજ કાજી અને સાબિર મલેક નામના વિદ્યાર્થી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કણાકિયા કોલેજની ટીમે રાજકોટ કબડી સ્પર્ધામાં ભાગ લીધો હતો. કબડી સ્પર્ધામાં ભાગ લેવા કોલેજની ટીમ તુફાન ગાડીમાં પ્રોફેસર અને વિદ્યાર્થીઓ સાથે રાજકોટ જઈ રહી હતી. દરમ્યાન ગાડીમાં જ પી.ટી.પ્રોફેસરે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હતા. ગુરુને લાંછન લગાવનાર આવા લંપટ શિક્ષક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. વિદ્યાર્થી સાબિર મલેકે આગાઉ આઠ મહિના પહેલા વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો. ભોગ બનનાર વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા આચરનાર સાબિર મલેકના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ કોલેજ સત્તાધીશોએ પણ શિક્ષક સામે પગલા લીધા છે.

Follow Me:

Related Posts