અમરેલી

અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસાંથીઆગામી તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૩ થી વેરાવળ–બનારસ સુપરફાસ્ટ ટ્રેન સચાલિત થશેઆ ટ્રેન અમરેલી જીલ્લાના વડીયા, કુકાવાવ, ચિતલ, ખીજડીયા અને લાઠી થઈ દોડશે – સાસદ

આ ટ્રેન દર સોમવારે સવારે ૦૪:૧૫ કલાકે વેરાવળ થી ઉપડી મગળવારે બપોરે ૦૨:૩૫ કલાકે બનારસ પહોચશે અને બુધવારે સવારે ૦૭:૩૦ કલાકે બનારસથી ઉપડી ગુરૂવારે સાજે ૦૬:૪૫ કલાકે વેરાવળ તરફ પહોચશે

અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસાંથી ભારત સરકારના રેલ્વે મત્રાલય તરફથી વેરાવળ થી બનારસ સુપરફાસ્ટ ટ્રેનને આગામી તા. ૧૧મી સપ્ટેમ્બરથી સચાલિત કરવાની મજુરી પ્રદાન થયેલ છે.

આ તકે સાસદશ્રીએ જણાવેલ છે કે, ઢસા થી જેતલસર સુધી મીટરગેજ લાઈનનુ બ્રોડગેજમા પરીવર્તન થયા બાદ આ ટ્રેક ઉપર લોકલ પેસેન્જર ટ્રેન કાયૅરત થયેલ પરંતુ લાબા અતરની એકપણ ટ્રેનનુ સચાલન થતુ ન હતુ. તેથી ઢસા-જેતલસર બ્રોડગેજ લાઈનનુ લોકાપૅણ થયા બાદથી જ આ ટ્રેક ઉપર લાબા અતરની એટલે કે વેરાવળ(સોમનાથ) થી વાયા જેતલસર-વડીયા-કુંકાવાવ-ચિતલ ખીજડીયા લાઠી-ધોળા થી અમદાવાદ થઈ હરીદ્વાર અથવા બનારસ સુધી સુપરફાસ્ટ ટ્રેન ચાલુ કરવા બાબતે રેલ્વે મત્રીશ્રીઓ સમક્ષ રજૂઆતા કરવામા આવેલ. જેના ફળસ્વરૂપે ભારત સરકારના રેલ્વે મત્રાલય તરફથી આગામી તા. ૧૧મી સપ્ટેમ્બર થી વેરાવળ થી બનારસ સુધી સુપરફાસ્ટ ટ્રેનનુ સચાલન કરવા માટેની મજુરી મળી ગયેલ છે.

આ સુપરફાસ્ટ ટ્રેન સોમવાર સવારે ૦૪:૧૫ કલાકે વેરાવળ થી ઉપડી મગળવારે બપોરે ૦૨:૩૫ કલાકે બનારસ પહોંચશે અને તેજ ટ્રેન બુધવારે સવારે ૦૭:૩૦ કલાકે બનારસથી ઉપડી ગુરૂવારે સાજે ૦૬:૪૫ કલાકે વેરાવળ તરફ ફરશે. આ ટ્રેન અંતગૅત જુનાગઢ, જેતલસર, વડીયા દેવળી, કુકાવાવ, ચિતલ, ખીજડીયા, લાઠી, ધોળા, બોટાદ, ધંધુકા, સરખેજ, અમદાવાદ, નડીયાદ, આણંદ, છાયાપુરી (વડોદરા), ગોધરા, રતલામ, નાગ્ડા, શામગઢ, કોટા, ગગાપુર સીટી, આગ્રા ફોર્ટ, એતાવાહ, ગોવિદપુરી અને પ્રયાગરાજ રેલ્વે સ્ટેશનોને સ્ટોપ પ્રદાન થયેલ છે. જેથી આ ટ્રેનનો વધુને વધુ લાભ લેવા સાસદશ્રીએ અમરેલી જીલ્લાના લોકોને અપીલ કરેલ છે તેમજ જીલ્લાના લોકોની લાબા સમયની માગણી અન્વયે ટ્રેનને મજુરી આપવા બદલ સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ કેન્દ્રીય રેલ મત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી અને રાજય રેલ મત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશજીનો જીલ્લાના લોકો વતી સહદય આભાર વ્યકત કરેલ છે.

Related Posts