અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસથી સુરેન્દ્રનગર ખાતે અટવાયેલ લીલીયા તાલુકાના ૫૦ લોકો સહી સલામત પોતાના ઘરે પરત ફરેલ છે. ગત તા. ૧૫/૦૯/૨૦૨૩ ને શુક્રવારના રોજ લીલીયા તાલુકાના પીપળવા, ગોઢાવદર, આબા અને વાઘણીયા ગામના ૩૦ બાળકો અને ૨૦ વાલીઓ સહીત કુલ ૫૦ જેટલા લોકો ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત મુંબઈ–થાણા પ્રવાસે ગયેલ હતા. ત્યારબાદ તેઓ રવિવારે ધોળા થઈ લીલીયા આવવા માટે રાત્રે બાદ્રા–ભાવનગર ટ્રેનમા બેસેલ હતા. ખરેખર આ ટ્રેનનો ધોળા ખાતે પહોચવાનો સમય સોમવારે સવારે ૦૭:૦૦ કલાક્ડો હતો અને ત્યાથી સવારે ૧૦:૪૫ કલાકે મહુવા–ભાવનગર ટ્રેન દ્વારા આ યાત્રીઓ લીલીયા ખાતે પહોચવાના હતા. પરંતુ આ દરમ્યાન પડેલ અતિ ભારે વરસાદના લીધે ટ્રેન મોડી પડતા ડીવીઝન તરફથી ભાવનગર-બાદ્રા ટ્રેનને રદ કરી તેને બાદ્રા થી વેરાવળ ચલાવવા બાબતે થયેલ સુચના અન્વયે સ્થાનીક રેલ્વે કર્મચારીઓ દ્રારા ટ્રેનમા મુસાફરી કરી રહેલ તમામ યાત્રીઓને સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન ખાતે સોમવારે રાત્રીના ૦૯:૦૦ વાગ્યા આસપાસ ઉતારી દેવામા આવેલ હતા.
આ અંગે પીપળવા ગામના અગ્રણી શ્રી ભરતભાઈ ગરણીયા દ્વારા સાસદ શ્રી નારણભાઈ કાછડીયાને ટેલીફોનીક રજુઆત કરતા સાસદશ્રી દ્વારા તાત્કાલીક રેલ્વે મત્રાલય તથા અધિકારીઓ સાથે વાતચીત કરી બાદ્રા પરત ફરી રહેલ ટ્રેનને સુરેન્દ્રનગર ખાતે પુનઃ પહોચતી કરેલ હતી. જેના લીધે લીલીયા ઉપરાંત ભાવનગર વિસ્તારના લોકો પણ પોતાના ઘરે સમયસર પરત પહોચેલ છે. જે બદલ શ્રી ભરતભાઈ ગરણીયા અને યાત્રીઓએ સાસદ શ્રી નારણભાઈ કાછડીયાનો સહદય આભાર વ્યકત કરેલ છે.
Recent Comments