અમરેલીના જાણીતા તબીબ અને પ્રદેશ ભાજપ અગ્રણી ડો. ભરતભાઈ કાનાબાર તથા શ્રીમતિ કીર્તિબેન કાનાબારના સફળ દાંપત્ય જીવનના ૪૦ વર્ષ પર્ણ થતાં લગ્ન વર્ષ ગાંઠની પૂર્વ સંધ્યાએ અનુકંપા ફાઉન્ડેશન અમરેલી દ્ધારા સેવાભાવી અને કલાપ્રેમી તબીબને સુરીલી શુભેચ્છા પાઠવવામાં આવી.
કોરોનાના કપરા કાળમાં લોકડાઉન તેમજ અનલોકમાં જન સામાન્યની પીડા સમજી તેઓ પ્રત્યે સંવેદના વ્યકત કરતાં ડો. ભરત કાનાબાર અને તેમની ટીમ દ્ધારા જિલ્લાભરમાં ગરીબ મધ્યમ વર્ગીય માણસોને રાશન કીટો તેમજ તાઉતે વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં અન્ય જરૂરી સાધન સામગ્રી પુરી પાડનાર લોકોના હમદર્દ એવા ડો.કાનાબારને તેમના શુભેચ્છકો દ્ધારા ભાવનાસભર શુભેચ્છાઓ પાઠવેલ.
પ્રદેશ ભાજપ અગ્રણી ડો. કાનાબાર દંપતિને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય કેબીનેટ મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા તથા શાંતાબા મેડીકલ કોલેજના વસંતભાઈ ગજેરાએ ટેલીફોનીક શુભકામના પાઠવી હતી. એસ.એસ. અજમેરા હાઈસ્કુલમાં આયોજીત ”ચલો સજના….જહાં તક ઘટા ચલે….” મ્યુજીકલ પ્રોગ્રામમાં સિકંદરખાન પઠાણ (વોઈસ ઓફ રફી), હંસાબેન ગજજર (વોઈસ ઓફ લતા), ડો. હર્ષદ રાઠોડ (વોઈસ ઓફ કિશોર), વિનુભાઈ ભરખડા (વોઈસ ઓફ મુકેશ), સંજય પંડયા, અમરેલીનું ગૌરવ જાણીતા બાસુરી વાદક સંજીવ ધારૈયા, અનિલ ઠાકર, કલરવ બગડાએ કલાના કામણ પાથર્યા હતા. સંગીત સંધ્યાનું સાહિત્ય સભર સંચાલન વિજય મહેતા દ્ધારા કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં અમરેલી માર્કેટ યાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા, લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ ગોળવાળા, એ.ડી. રૂપારેલ, મહેશભાઈયાજ્ઞિક (ઓ.પી.), રાજુભાઈ કામદાર, શિતલ આઈસ્ક્રીમના દીનેશભાઈ ભુવા, અવધ ટાઈમ્સના વિજયભાઈ ચૌહાણ, અમરેલી એકસપ્રેસના મનોજભાઈ રૂપારેલ, ડો.અશોક પરમાર, ડો. પિયુષ ગોસાઈ, ડો. રાજુ કથીરીયા, ડો. ડબાવાલા, ડો. વી.પી. રાવળ, ડો. ચન્દ્રેશ ખુંટ, ડો.નિલેશ ભીંગરાડીયા, ડો. ભરત પાડા, ડો. હિમાંશુ વાજા, કમલેશભાઈ ગરાણીયા, જીતભાઈ દેસાઈ, તેજસ દેસાઈ, બીપીનભાઈ ગાંધી, હરેશભાઈ સાદરાણી, યોગેશભાઈ કોટેચા, પ્રફુલભાઈ બાંટવીયા, જગદિશભાઈ સેલાણી, સતીષભાઈ આડતીયા, ભાવેશભાઈ સોઢા, હિતેષભાઈ પોપટ, રોહીતભાઈ જીવાણી, અતુલભાઈ કારીયા, આર.સી. ધાનાણી, દિપકભાઈ વઘાસીયા, વિપુલભાઈ બોસમીયા, વિશ્વ હિન્દુ પરિષદના હસમુખભાઈ દુધાત, ભીખુભાઈ અગ્રાવત, ટી.વી. ૯ ના મહેન્દ્ર બગડા, કિરણભાઈ ત્રિવેદી, કિશોરભાઈ મિશ્રા, જીતુભાઈ ચૌહાણ, ટોમભાઈ અગ્રાવત, એમ વર્લ્ડ ન્યુઝ ચેનલના મનોજભાઈ સેદાણી, વિનુભાઈ ભાડ, પેઈન્ટર ડી.જી. મહેતા, પેઈન્ટર જોગી, પુનીત બાંભરોલીયા, કૌશિક ધરાજીયા, રણજીતભાઈ ડેર, મુનાફ કાજી, ભાર્ગવ કારીયા, અલ્પેશ અગ્રાવત, કાનો ઉપાધ્યાય, નીલેશ જોષી, યતિન મજીઠીયા, મનસુર ગઢીયા, અમિત પટેલ, સાગર રાજયગુરૂ, રાજુભાઈ ત્રિવેદી (સંજોગ ન્યુઝ), મુન્નાભાઈ મોરજરીયા, તરંગ પવાર, જિલ્લા ભાજપના મહિલા અગ્રણી દેસાઈ, તેજસ્વીની કલબના આશાબેન દવે વિગેરેએ ઉપસ્થિત રહયા હતા.
આ સંગીત સંધ્યાને સફળ બનાવવા વિપુલ ભટ્ટી, ચેતન રાવળ, જયેશ ટાંક, તુલસી મકવાણા, નયન જોષી, મધુભાઈ આજુગીયા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.
Recent Comments