fbpx
અમરેલી

અમરેલીના હડાળાની શાળામાંથી ૫.૯૫ લાખની મત્તાની ચોરી

અમરેલીના બગસરા તાલુકાના હડાળામા આવેલ દેસાઇ એજયુકેશન સ્કુલમા રાત્રીના તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરો અહીથી સ્કુલ ફી, વાહન ફી, હોસ્ટેલ ફી મળી કુલ રૂપિયા ૫,૯૫,૭૯૦ની મતાની ચોરી કરીને લઇ જતા આ બારામા બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.અહી આવેલ દેસાઇ એજયુકેશન સ્કુલના ટ્રસ્ટી હરેશભાઇ મનસુખભાઇ દેસાઇએ બગસરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ગઇકાલે રાત્રીના સ્કુલમા તસ્કરો ત્રાકટયા હતા.

તસ્કરોએ બિલ્ડીંગના ગેઇટના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બિલ્ડીંગ ઓફિસમા એકાઉન્ટન્ટ ઓફિસમા લાકડાના ટેબલના ખાનામા રાખેલ વિદ્યાર્થીઓની સ્કુલ ફી રૂપિયા ૩.૨૧ લાખ, હોસ્ટેલ ફી રૂપિયા ૧,૪૭,૫૦૦, વાહન ફી, ૧,૨૧,૬૦૦ તેમજ યુનિફોર્મ ફીના ૫૬૦ મળી કુલ રૂપિયા ૫,૯૫,૭૯૦ની મતા ચોરી કરીને લઇ ગયા હતા. બનાવ અંગે પીઆઇ ડી.વી.પ્રસાદ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

Follow Me:

Related Posts