fbpx
અમરેલી

અમરેલીના હામાપુરમાં શ્રીમતી એલ.કે.બાબરિયા હાઈસ્કૂલ ખાતે જિલ્લાકક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

 અમરેલી જિલ્લાના હામાપુર સ્થિત શ્રીમતી એલ.કે.બાબરિયા હાઈસ્કૂલ ખાતે જિલ્લાકક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ વિજ્ઞાન પ્રદર્શન નિહાળીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં માધ્યમિક વિભાગની કુલ ૫૦ જેટલી અને પ્રાથમિક વિભાગની ૫૫ કૃત્તિ રજૂ કરવામાં આવી હતી જેમાં ૨૧૦ બાળ વૈજ્ઞાનિકો અને ૧૦૫ માર્ગદર્શકશ્રીઓએ ભાગ લીધો હતો. આ પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન સ્વરુપે શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લાકક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યશ્રીઓ સહિત સૌ ઉપસ્થિત રહ્યા હતા તેમ હામાપુર શ્રીમતી એલ.કે.બાબરિયા હાઈસ્કૂલના આચાર્ય શ્રી વિપુલભાઈ ભટ્ટની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts