હોમગાર્ડઝ સભ્યો પોલીસની મદદ માં કાયદો અને વ્યવસ્થા તેમજ ધાર્મિક તેમજ વી.વી.આઇ.પી. બંદોબસ્ત તેમજ ચૂટંણી જેવી અગત્ય ની ફરજો ઉપરાંત કુદરતી અને માનવ સર્જિત આપત્તિ વેળાએ ખભે ખભા મેળવી નિષ્કામ સેવા કરી રહ્યા છે.અમરેલી જિલ્લા ના ચલાલા હોમ ગાર્ડઝ યુનિટના હોમગાર્ડ જવાન કેતન કાકડિયાનાઓ નું અવસાન થતા ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ કલ્યાણ નિધિ માથી મૃત્તક હોમ ગાર્ડ જવાનના વારસદારને ₹.૧.૫૫ લાખ મરણોત્તર સહાય ચેક અર્પણ કરાયો.
મે. ડાયરેક્ટર જનરલ સાહેબ શ્રી ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ અમદાવાદ દ્વારા મંજૂર કરાતાં માન. ધારા સભ્ય શ્રી જે.વી.કાકડિયાનાઓના વરદ હસ્તે જીલ્લા કમાન્ડન્ટ શ્રી અશોક જોષી તથા ઓફિસર કમાન્ડિંગ (ચલાલા)શ્રી વ્યાસ, શ્રી સાપારિયાં (લીલીયા) તથા વગેરે ની હાજરી માં ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. અને આ તકે હોમગાર્ડ યુનિટ માં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.કાર્યક્રમ નું સંચાલન શ્રી રાજેશ વ્યાસ (SPC) નાઓએ કરેલ.
Recent Comments