અમરેલીની ‘‘અમર ડેરી”નાં પટાંગણમાં શરદોત્સવની ઉજવણીમાં દિલીપ સંઘાણી, અશ્વિન સાવલિયા, મુકેશ સંઘાણી ગરબા રમ્યા
અમર ડેરી ખાતે શરદ પૂનમની રઢિયાળી રાતે શરદ ઉત્સવ-મિલ્ક ડે ર0ર1 યોજાયો. આ કાર્યક્રમમાં અમર ડેરીનાં સ્થાપક અનેઈફકો એનસીયુઆઈનાં ચેરમેન અને દેશની સહકારી ધરોહર દિલીપભાઈ સંઘાણી, પ્રદેશ ગુજરાત ભાજપ મંત્રી અને પ્રવકતા મહેશભાઈ કસવાલા, ગુજરાત મહિલા ક્રેડિટ સોસાયટીનાં ચેરપર્સન ગીતાબેન સંઘાણી, અમર ડેરીનાં ચેરમેન અને સહકાર રત્ન અશ્વિન સાવલિયા, વાઈસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી, ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાનાં ઉપાઘ્યક્ષ મનિષ સંઘાણી, ગુજરાત પ્રદેશ મિડીયા સલનાં ઈન્ચાર્જ શૈલેષ પરમાર, નગરપાલિકાનાં પ્રમુખ મનિષાબેન રામાણી, જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતીભાઈ પાનસુરીયા, તાલુકા જમીન વિકાસ બેંકનાં ચેરમેન ધીરૂભાઈ વાળા, એનસીયુઆઈનાં મહિલા વીંગના ડિરેકટર ભાવનાબેન ગોંડલીયા, અમર ડેરીનાં એમડી ડો. આર.એસ. પટેલ તેમજ જિલ્લાની સહકારી સંસ્થાના ડિરેકટરો, દૂધ મંડળીનાં પ્રમુખ/મંત્રીઓ બહોળી સંખ્યામાં હાજર રહી મિલ્ક ડે રાસોત્સવ ઉજવેલ હતો. આ કાર્યક્રમમાં દિલીપભાઈ સંઘાણી દુનિયાની સૌથી મોટી સહકારી સંસ્થા ઈફકોનાં ચેરમેન બન્યા બાદ પ્રથમ વખત અમર ડેરી પધારતા હોય તો ખેડૂત પશુપાલક વતી જિલ્લાભરની સહકારી સંસ્થાઓએ વિશિષ્ટ સન્માન કરેલ હતું. ઈફકોનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં સહકારથી સમૃઘ્ધિનાં સપનાને સાકાર કરવા માટે દેશનાં પ્રથમ સહકારી મંત્રી અનેગુજરાતનાં પનોતા પુત્ર અમિતભાઈ શાહ ઘ્વારા દેશભરમાં સહકારી ચળવળ ચલાવી જન-જન સુધી સહકારીતાથી રોજગારી પહોંચાડી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ જિલ્લાની અમર ડેરી છે. વધુમાં જણાવતા અમર ડેરી જે રીતે જિલ્લામાં કામ કરી રહી છે અને છેલ્લા દસ વર્ષમાં 300 કરોડથી વધુની મિલ્કત ઉભી કરીને અને દર દસ દિવસે દૂધનાં માઘ્યમથી રૂપિયા 7 કરોડથી વધુ સીધા ખેડૂત પશુપાલકોનાં ખાતામાં આપવામાં આવે છે.
આ કુશળ વહીવટનો તેનો શ્રેય સંઘના ચેરમેન અશ્વિન સાવલીયા અને વાઈસ ચેરમેન મુકેશ સંઘાણી અને તેના નિયામક મંડળને આપેલ હતો. ગુજરાત પ્રદેશ ભાજપનાં મંત્રી અને પ્રવકતા મહેશભાઈ કસવાળાએ જણાવેલ કે, દિલીપભાઈ સંઘાણી જે સંસ્થાનું નેતૃત્વ કરે છે તે સંસ્થા પારસમણી બની જાય છે તેના કુશળ વહીવટ અને ખેડૂત ભાવના જોઈ છેવાડાનાં માનવી સુધી સહકારનાં માઘ્યમથી રોજગારી પહોંચાડી શકાય છે. સંઘના ચેરમેન અશ્વિન સાવલિયાએ જણાવેલ કે, આજે અમર ડેરીનાં માઘ્યમથી હજારો ખેડૂત પશુપાલકોને દૂધમાંથી રોજગારી મેળવી સહકારથી સ્વરોજગાર, સ્વરોજગારથી આત્મનિર્ભર, આત્મનિર્ભરથી સુરક્ષા કવચનું જો કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો તે સહકારીતા છે. તેમજ એમડી ડો. આર.એસ. પટેલે જણાવેલ કે, દૂધના માઘ્યમથી અમુલ ફેડરેશન વાર્ષિક પર000 કરોડનો બિઝનેસ કરી36 લાખ ખેડૂત પશુપાલકોને રોજગારી આપે છે. આ કાર્યક્રમમાં શરદ પૂનમની રઢિયાળી રાતે દૂધ પૈવા અને અલ્પાહાર કરી રાસ-ગરબા રમીને અને ખેલૈયાને ઈનામ વિતરણ કર્યા હતા.
Recent Comments