અમરેલી

અમરેલીની અમર ડેરી સાથે ઈફકોકંપની દ્વારા એમઓયુ કરવામાં આવ્‍યું

દિલ્‍હી ખાતે તા.રપ/8ના રોજ ઈફકો કિસાનના એમ.ડી. સંદીપ મલ્‍હોત્રા, ઈફકોના નેશનલ સેલ્‍સ હેડ ગણેશપ્રસાસ દાસ, નેશનલ પ્રોડકટ હેડ રાજેશરાય દાસ, ગુજરાત સ્‍ટેટ માર્કેટીંગના હેડ જૈમીન જગનીયા સાથે અમર ડેરીના એમ.ડી. ડો. આર.એસ. પટેલ, જી.એમ. ધાર્મિક રામાણી તથા ખાણદાણ પ્‍લાન્‍ટ મેનેજર નિશિત વામજા વચ્‍ચે એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્‍યા. જેથી અમરેલી જિલ્‍લાના ખેડૂત પશુપાલકો ખૂબ મોટો લાભ મળશે એમ જિલ્‍લામાં અમર ડેરી દ્વારા ખાણદાણના માઘ્‍યમથી નવી રોજગારીની તકો ઉભી થશે. આ એમ.ઓ.યુ. થવાથી અમર ડેરી અમરેલી ખાતે તૈયાર થયેલ ખાણદાણ પૂરા ભારતના પશુપાલકોને ખાણ-દાણ મળતું થશે તેમ અમર ડેરીની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

Related Posts