ડો. જીવરાજ મહેતા સંસ્થાપિત શ્રી અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત એસ.એચ. ગજેરા ડિસ્ટ્રીક લેવલ સ્પોર્ટસ સંકુલ અમરેલીની વિદ્યાર્થીનીઓ ગુજરાતમાં બરોડા મુકામે શૂટીંગ કોમ્પિટીશન સ્પર્ધા યોજાયેલ હતી. તેમાં અંદાજિત 400 જેટલા શૂટીંગરમતના સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. આ સ્પર્ધામાં અમરેલી જિલ્લા વિદ્યાસભા અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સંયુકત ઉપક્રમે કાર્યરત ડિસ્ટ્રીક લેવલ સ્પોર્ટ સ્કૂલ યોજના અંતર્ગત શૂટીંગ રમતમાં પ્રશિક્ષણ મેળવતા નિમ્બાવાલ પુલકીતાબેન પાસે પ્રશિક્ષણ મેળવતા સોલંકી સુહાનાબેન એસ.એસ. ગજેરા ઉ.મા. સ્કૂલમાં અભ્યાસ કરે છે. જેમણે ચેમ્પિયનશીપ મેળવેલ છે. અને લકુમ કાજલબેન જેઓ શ્રીમતિ સી.વી. ગજેરા માઘ્યમિક શાળામાં ધોરણ-9માં અભ્યાસ કરે છે. તેમણે બ્રોન્ઝ મેડલ મેળવી શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે. આ ક્ષણે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, ટ્રસ્ટી ચતુરભાઈ ખૂંટ, કેમ્પસ ડાયરેકટર હસમુખભાઈ પટેલ તથા સંસ્થા પરિવાર, સ્ટાફગણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવી શૂટીંગમાં આગવું સ્થાન પ્રાપ્ત કરવા માટે શુભેચ્છા પાઠવેલ હતી. એમ વિદ્યાસભાની યાદીમાં જણાવેલ.
અમરેલીની એસ.એચ. ગજેરા ડીએલએસએસની વિદ્યાર્થીનીઓએ શૂટિંગ રમતમાં ચેમ્પિયનશીપ મેળવી


















Recent Comments