ડો. જીવરાજ મહેતા સંસ્થાપિત અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત એસ.એચ. ગજેરા ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સંકુલની વિદ્યાર્થીની રાજય કક્ષાએ અન્ડર-19 એથ્લેટિકસ સ્પર્ધા-ર0ર1 નડિયાદ મુકામે યોજાયેલ હતી. જેમાં ઉંચી કૂદમાં સોલંકી પાયલબેન તૃતીય નંબર પ્રાપ્ત કરી વિજેતા થયા છે. તેમની આ સફળતા બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, ટ્રસ્ટી ચતુરભાઈ ખૂંટ, કેમ્પસ ડાયરેકટર હસમુખભાઈ પટેલ તથા સંસ્થા પરિવાર, મીકકના તમામ સ્ટાફગણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવી ઉતરોતર વધારેસફળતા પ્રાપ્ત કરવા માટે શુભકામના પાઠવી હતી. અમરેલી જિલ્લાનું આ સંકુલ વિવિધ રમતોમાં જિલ્લા અને રાજય કક્ષાએ અનેક સફળતાના સોપાનો સર કરે છે. આગામી સમયમાં હજુ વધારે સફળતા પ્રાપ્ત કરે તે માટે સંસ્થા પરિવાર હાર્દિક શુભેચ્છા આપે છે.
અમરેલીની એસ.એચ. ગજેરા સ્પોર્ટસ સંકુલની વિદ્યાર્થીની એથ્લેટિકસ સ્પર્ધામાં અગ્રેસર

Recent Comments