અમરેલીની કુંભારિયા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨-૨૩નો કાર્યક્રમ યોજાયો

જિલ્લાના રાજુલા તાલુકાના કુંભારિયા સ્થિત પ્રાથમિક શાળા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવની પ્રેરક ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨-૨૩ની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગના અથાક સફળ પ્રયાસો ઉપરાંત વિવિધ યોજનાઓ થકી આજે ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો થયો છે અને શાળમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં સફળતા મળી છે. કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨-૨૩ની ઉજવણી સમગ્ર ગુજરાતમાં હરખભેર કરવામાં આવી છે. ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨-૨૩ એ ગુજરાતનો શિક્ષા મહોત્સવ સાબિત થયો છે અને ભૂલકાંઓ ઉમંગ ઉલ્લાસથી શાળામાં પ્રવેશ કરી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવે કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો ઉદ્દેશ ૧૦૦ ટકા નામાંકનનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનો છે. ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય સુધી લાવી શિક્ષાનો સમગ્રલક્ષી દીપ પ્રજવલ્લિત કરવાનો છે. સકારાત્મક પ્રયાસો થકી આપણે સૌ આ તમામ ઉદ્દેશ પ્રાપ્ત કરી શકીએ છીએ. આ પ્રસંગે આપણે સૌ સંકલ્પ લઈએ કે, આપણે તાઉ’તેમાં જે વૃક્ષો ગુમાવ્યા તેનું રીસ્ટોરેશન પણ કરીશું. ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગુરવે ગ્રામ પંચાયતની મુલાકાત લઈ તમામ કાર્યોનુ નિરિક્ષણ કર્યુ હતુ. શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અને ટ્રાન્સપોર્ટેશન સેવા બાબતે તથા એસ.એમ.સી બેઠક યોજી હતી. તેમણે ગામલોકોના પ્રશ્નો પણ સાંભળ્યા હતા. કુંભારિયા પ્રાથમિક શાળામાં કુલ ૫૬ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.
કુંભારિયા પ્રાથમિક શાળા, શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨-૨૩ પ્રસંગે તાલુકા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ નાજભાઈ પીંજર, રાજુલાના ભૂતપૂર્વ બી.આર.સી શ્રી અજયભાઈ ખુમાણ, સરપંચશ્રી, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી ભૂલકાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
Recent Comments