અમરેલીની ગંગાવિહાર સોસાયટીમાં માર્ગનું કામ ગોકળગાયની ગતિએ ચાલે છે
અમરેલીમાં લાઠી રોડ પર ગંગા વિહાર સોસાયટી આવેલ છે. તેમાં છેલ્લા બે મહિનાથી રોડનું કામ ચાલુ કરેલ છે. જે આજની તારીખ સુધી પૂર્ણ થયેલ નથી. અને સોસાયટીના રહીશોને વાહનથી અવર જવરમાં ખૂબ જમુસીબતનો સામનો કરવો પડે છે. રહેવાસીઓ વાહનો મેઈન રોડ બંધ હોવાથી રેલ્વે વાળા રોડ પરથી ફરજિયાત ચાલવું પડે છે. જયાં વચ્ચે વચ્ચે પુરૂષો કુદરતી હાજતે કરતા હોય છે. જયાં અનેકવાર લેડીઝ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાય છે. આ અંગે અવાર નવાર રજૂઆતની પણ કોઈને અસર થતી નથી. સ્થાનિકોને થાય છે કે આના કરતા રોડ ન બનાવ્યો હોત તો સારૂ હતું. ગત તા.1/10થી રોડનું કામ ચાલુ કરેલ છે જે આજ સુધી પૂર્ણ થયેલ નથી. ઝડપથી પૂર્ણ કરવા માંગ ઉભી થઈ છે.
Recent Comments