ડો. જીવરાજ મહેતા સંસ્થાપિત અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત એસ.એચ. ગજેરા ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સંકુલના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોની હેન્ડબોલ ટીમે રાજય કક્ષાની અન્ડર-19 હેન્ડબોલ સ્પર્ધા ર0રર વલથાણ (સુરત) મુકામે યોજાયેલ હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી ભાઈઓની 3પ ટીમોમાંથી વિદ્યાસભાની ભાઈઓની ટીમે રાજય કક્ષાએ તૃતીય સ્થાન હાંસલ કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેમજ સમગ્ર ગુજરાતમાંથી બહેનોની ર9 ટીમોમાંથી વિદ્યાસભા બહેનોની ટીમે રાજય કક્ષાએ તૃતીય સ્થાન હાંસલ કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેમની આ સફળતા બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, ટ્રસ્ટી ચતુરભાઈ ખુંટ, કેમ્પસડાયરેકટર હસમુખભાઈ પટેલ તથા સંસ્થા પરિવાર, ડીએલએસએસના તમામ સ્ટાફગણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવી ઉતરોતર વધારે સફળતા પ્રાપ્ત કરવા માટે શુભકામના પાઠવી હતી. અમરેલી જિલ્લાનું આ સંકુલ વિવિધ રમતોમાં જિલ્લા અને રાજય કક્ષાએ અનેક સફળતાના સોપાનો સર કરે છે. આગામી સમયમાં હજુ વધારે સફળતા પ્રાપ્ત કરે તે માટે સંસ્થા પરિવાર હાર્દિક શુભેચ્છા આપે છે.
અમરેલીની ગજેરા ડીએલએસએસનાં વિદ્યાર્થીઓ હેન્ડબોલ સ્પર્ધામાં તૃતીય સ્થાને


















Recent Comments