અમરેલી

અમરેલીની પ્રજ્ઞા સ્માર્ટ સ્કુલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

અમરેલીની પ્રજ્ઞા સ્માર્ટ સ્કુલમાં આજે 5 સપ્ટેમ્બરે ડો.સર્વપલી રાધાકૃષ્ણના જન્મદિન નિમિતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. અમરેલીની પ્રજ્ઞા સ્માર્ટ સ્કુલમાં આજે 5 સપ્ટેમ્બરે ડો.સર્વપલી રાધાકૃષ્ણના જન્મદિન નિમિતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. પ્રજ્ઞા સ્કૂલની સ્માર્ટ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો બન્યા હતા. ત્યારે નાના નાના ભૂલકાઓએ શિક્ષકની ગરિમાને ખુબ જ સુંદર રીતે ઉજાગર કરી હતી. શિક્ષક બનેલા બાળકોએ શાળાઓમાં વિવધ ધોરણોના પાઠ લીધા હતા.

પ્રજ્ઞા સ્માર્ટ શાળા દ્વારા વિદ્યાર્થી ભૂલકાઓને પ્રેરણા મળે તે હેતુથી ફિલ્મ મેડમ ગીતારાની બતાવીને વિદ્યાર્થીઓમાં નવું જોમ જુસ્સો ભર્યો હતો. શિક્ષક દિનની ઉજવણીને સફળ બનાવવામાં પ્રજ્ઞા સ્માર્ટ સ્કુલના પરેશભાઈ ઝાલાવડિયા, રેખાબહેન ઝાલાવડિયાનાં માર્ગદર્શન નીચે તમામ શિક્ષકગણની મહેનત સાથે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી હતી.

Related Posts