અમરેલી ગુજરાત

અમરેલીની બગસરા નગરપાલિકામાં પ્રમુખ પદ માટે રાજકીય ખેલ શરૂભાજપના ૬થી ૭ સભ્યો સંપર્ક વિહોણા થતા જિલ્લા ભાજપમાં હડકંપ

અમરેલીની બગસરા નગરપાલિકામાં પ્રમુખ પદ માટે રાજકીય ખેલ શરૂ થયો છે. ભાજપની સ્પષ્ટ બહુમતિ ધરાવતી નગરપાલિકામાં નવાજૂની થવાના એંધાણ છે. ભાજપના ૬થી ૭ સભ્યો સંપર્ક વિહોણા થતા જિલ્લા ભાજપમાં હડકંપ સ્થિતિ સર્જાઈ છે. બગસરા નગરપાલિકામાં હાલ ભાજપના ૨૦ અને કોંગ્રેસના ૮ સભ્ય છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર નગરપાલિકા પ્રમુખ માટે ભાજપ તરફથી અપાયેલા નામ સામે નારાજગી હતી. ભાજપ અને કોંગ્રેસના સભ્યો સાથે મળીને સત્તાનો ખેલ પાડી દે તેવી શક્યતા સેવાઈ રહી છે. તો બીજી તરફ ૬થી ૭ સભ્ય સંપર્ક વિહોણા થતા ધારાસભ્ય સહિતના ભાજપના નેતાઓમાં દોડધામ મચી છે. શાખ બચાવવા માટે ભાજપના નેતાઓએ કવાયત હાથ ધરી છે.

Related Posts