અમરેલીની શ્રીમતી તાપીબેન મોહનલાલ રૂગનાથ મહેતા બહેરા મૂંગા શાળાની વતનપ્રેમી મયુરભાઈ સાવલિયાએ મુલાકાત લીધી હતી અને અમેરિકાના પટેલ ગ્રુપ દ્વારા પ્રાપ્ત સહાયના દાતાઓના નામની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
અમરેલીના સામાજિક સેવાના પર્યાય મનુભાઈ સાવલીયાના સુપુત્ર મયુરભાઈ સાવલિયાએ અમરેલીની શ્રીમતી તાપીબેન મોહનલાલ રૂગનાથ મહેતા બહેરા મૂંગા શાળાની વતનપ્રેમી મયુરભાઈ સાવલિયાએ મુલાકાત લીધી હતી. વતનપ્રેમી મયુરભાઈ સાવલિયાએ અમરેલી જીલ્લામાં ઘણી જગ્યાએ સેવાકીય પ્રવૃતિઓ કરી હતી જેમાં સાજીયાવદર ખાતે એક નવી અદ્યતન શાળાનું નિર્માણ કરાવેલ. આ ઉપરાંત અમરેલી જીલ્લાની વિવિધ સેવાકીય સંસ્થાઓ માટે પણ અનેક પ્રકારની સેવા સરવણીનો ધોધ વહેવડાવેલ છે. જેમાં દામનગર ગૌશાળા, ટીંબીની શ્રી નીર્દોશાનંદ હોસ્પિટલ, અમરેલીની બહેરામૂંગા શાળા, અંધશાળા વગેરે માં મયુરભાઈએ પોતાના અથાગ પ્રયત્નોથી સંસ્થાને કોરોનાની કપરી સ્થિતિ વચ્ચે પણ પોતાના સ્નેહીજનો અને મિત્રોના સહકારથી ખુબ જ મોટો આર્થિક સહયોગ કરી સંસ્થાઓ અને અમરેલીના ર્હદયને ધબકતું રાખવામાં સિંહફાળો આપેલ છે.

આ પ્રસંગે આમંત્રિતોની ઉપસ્થિતિમાં અમેરિકાના પટેલ ગ્રુપ દ્વારા પ્રાપ્ત સહાયના દાતાઓનાં નામની તકતીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. આમંત્રિત મહેમાનોને સ્મૃતિ ભેંટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સંસ્થાના ડો.પી.પી.પંચાલ, રોટરી ક્લબ ઓફ અમરેલી ગીરના પ્રમુખ ચતુરભાઈ ખુંટ, મનસુખભાઈ ધાનાણી, કાળુભાઈ ભંડેરી તથા અન્ય મહાનુભાવો તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ, કર્મચારીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments