અમરેલીમાં વિદ્યાસભા સંચાલિત કોલેજમાં સમય ફેરફાર બાદ મહિલા કોલેજમાં પણ અભ્યાસનાં સમયમાં ફેરફારનાં કારણે અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓને સહન કરવી પડતિ પારાવાર મુશ્કેલીનાં વિરોધમાં આજે વિદ્યાર્થીનીઓ આંદોલન પર ઉતરી આવેલ હતી.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલીમાં પ્રથમ વિદ્યાસભા સંચાલિત કોલેજોમાં સમયમાં ફેરફાર કરવામાંઆવ્યા બાદ ચિતલ રોડ ઉપર આવેલ મહિલા કોલેજનો સમય સવારનાં 10:30 થી 3:30 નો કરવામાં આવેલ હતો. આવા સમયનાં કારણે અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓનો આખો દિવસ બરબાદ થઈ રહેલ છે. અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓને સવારથી જ ઘરેથી નિકળવું પડે છે.
મોડી સાંજના ઘરે પહોંચવાનો વખત આવેલ છે. પહેલા સવારનો સમય હતો. જેમાં વિદ્યાર્થીનીઓ બપોરે કોલેજથી છુટીને સમયસર ઘરે પહોંચિ શકતા હતા. હાલના સમયથી વિદ્યાર્થીઓને ઘરે અભ્યાસનો સમય પણ રહેતો નથી. કોલેજ મેનેજમેન્ટ પોતાની મનમાનીનો ભોગ વિદ્યાર્થીઓ બનતા આજે વિદ્યાર્થીઓ પોતાની માંગણી સાથે કોલેજ કમ્પાઉન્ડમાં બેસી જઈ સુત્રોચ્ચાર કરેલ હતા. મેનેજમેન્ટને અનેકવાર રજુઆત કરવા છતાં પણ દંભી પણામાં મેનેજમેન્ટનાં પેટનું પાણી હલતુ ન હતું. વિદ્યાર્થીઓની વ્યસ્તવિક મુશ્કેલીનું નિરાકરણ લાવવાનાં બદલે વિદ્યાર્થીઓની ફરીયાદ બહેશ કાને અથડાતા આજે મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ આંદોલન છેડી કોલેજ કંમ્પાઉન્ડમાં અડીંગો જમાવી સુત્રોચ્ચાર કરેલ હતી.મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલ દ્વારા આગામી દિવસોમાં બેઠક યોજી પરામર્સ કરવાનું આશ્વાસન આપવામાં આવેલ હતું.
Recent Comments