અમરેલીની રાધિકા હોસ્પિટલનાં ટ્રસ્ટી મોટાભાઈ ગાંધીનાં નિધનથી શોકનો માહોલ

અમરેલીમાં નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ સંચાલિત રાધિકા હોસ્પિટલ તેમજ જિલ્લા વિદ્યાસભા, કેળવણી મંડળ સહિતની સંસ્થાઓ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને અમરેલીના સ્વપ્નદ્રષ્ટા મોટાભાઈ (દિનેશભાઈ) ગાંધીનું 80 વર્ષની જૈફ વયે ટૂંકી બીમારી બાદ આજે નિધન થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.
અમરેલીની રાધિકા હોસ્પિટલના વિકાસમાં મોટાભાઈ ગાંધીનો સિંહફાળો હતો અને તેઓ 80 વર્ષની વયે પણ હોસ્પિટલનું નવિનીકરણ કરી રહયા હતા. તેઓના નિધનથી અમરેલી પંથકે મહત્વના આગેવાન ગુમાવી દીધા છે.
Recent Comments