અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં ‘સીટી સ્કેન’ની સુવિધા શરૂ
અમરેલી ખાતે જિલ્લાની એકમાત્ર શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં આવતીકાલ બુધવારે સવારે 11 કલાકે “સીટી સ્કેન” સેન્ટરનો પ્રારંભ પૂ. કાકાસાહેબ ભાઈલાલભાઈ ધાનાણીનાં વરદ હસ્તે કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં કલેકટર ગૌરાંગ મકવાણા, ડીન ડો. વિકાસ સિન્હા અને તબીબી અધિક્ષક ડો. આર.એમ. જિત્યા પણ ખાસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ચેરમેન વસંતભાઈ ગજેરાએ અનુરોધ કરેલ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, અમરેલી ખાતે વિનામૂલ્યે સારવાર કરતી અને જયાં આયુષમાન કાર્ડ પણ ચાલે છે તેવી હોસ્પિટલમાં હવેથી ભભસીટીસ્કેનભભ સેવા શરૂ થતાં દર્દીનારાયણનેઅન્ય ખાનગી સેન્ટરમાં મોંઘી ફી ચુકવવામાંથી રાહત મળી જશે.
Recent Comments