fbpx
અમરેલી

અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્‍પિટલમાં ઓમિક્રોન સામે લડત આપવા ડોકટરોની ટીમ તૈયાર

ડો. હિમ પરિખ સહિતનાં આઠ તબીબોને વિશેષ જવાબદારી સોંપાઈ

ઓમીક્રોન જયારે દેશમાં હાહાકાર મચાવનાર ત્‍યારે અમરેલીજિલ્‍લામાં આગોતરા આયોજન માટે ડોકટરોની ટીમ ખડેપગે રહેશે.

રાજય ભરમાં કોરોના ઓમીક્રોન કેસમાં સતત વધારો થઈ રહયો છે. ત્‍યારે અમરેલી જિલ્‍લામાં દર્દીનીઓને સારામાં  સારી સુવિદ્યા મળી રહે તે માટે શાંતાબા જનરલ હોસ્‍પિટલ, અમરેલીના ડો. હિંમ પરીખ, ડો.પ્રદિપ બારૈયા, ડો. વિજય વાળા અને ડો.રાજન  કકૈયાને ડેજીગ્નેટ નર્સીંગ સ્‍કુલ, અમરેલી 100 બેડની ઓમીક્રોનની જવાબદારી સોંપાઈ અને ઓમીક્રોન કોવિંડ-19 આઈ.સી.યુ. વોર્ડની ર4 કલાકની જવાબદારી ડો. હિંમ પરીખને સોંપાઈ અને જયારે એનેસ્‍થેટીસ્‍ટ  ડોકટરોની ટીમની જવાબદારી ડો.હરદુલ મોદી, ડો.રોનક રામાનુજ, ડો.ભાવશે જીંજાલા અને ડો.જગદીશ મેરને ઓમીક્રોન સામે લડત આપવા માટે જવાબદારી સોંપવામાં આવી.

Follow Me:

Related Posts