fbpx
અમરેલી

અમરેલીની સંસ્થા ડાયનેમિક ગૃપ દ્વારા સેમ -૬ તથા ૪ ને માસ પ્રમોશન આપવા ધારદાર રજુઆત કરાઈ

– ગુજરાતની કોલેજોમાં વિનિયન , વાણિજય તથા વિજ્ઞાન શાખાના સેમેસ્ટર -૪ તથા ૬ ના હજારો વિદ્યાર્થીઓને માસ – પ્રમોશન આપવામાં આવે તો શૈક્ષણીક વર્ષ ૨૦૨૧ – રર માં ફાઈનલ યર તથા અનુસ્નાતકનું પ્રથમ સત્ર સમયસર ચાલું કરી શકાય – હરેશ બાવીશી અમરેલીની જાણીતી સંસ્થા , શિક્ષણ , યુવાઓ તથા વિધવિધ સમસ્યાઓને વાચા આપતી સંસ્થા ડાયનેમિક ગૃપ ઓફ ડાયનેમિક પર્સનાલિટી અમરેલી દ્વારા રાજયના શિક્ષણમંત્રી માન.ભુપેન્દ્રસિંહજી ચુડાસમાને રાજયની કોલેજોના વિનિયન , વાણિજય તથા વિજ્ઞાન શાખાના સેમેસ્ટર -૪ તથા સેમેસ્ટર -5 ના વિદ્યાર્થીઓને માસ – પ્રમોશન આપવા ધારદાર રજુઆત કરાઈ છે , પોતાની રજુઆત માં ડાયનેમિક ગૃપ – અમરેલીના ચેરમેન હરેશ બાવીશીએ જણાવ્યું છે કે રાજયની તમામ યુનિવર્સિટીઓમાં હજારો વિદ્યાર્થી ભાઈ – બહેનો વિનિયન , વાણિજય તથા વિજ્ઞાન શાખામાં અભ્યાસ કરે છે તેમાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોના છે તેથી તેઓ બધાની ઓનલાઈન પરીક્ષા લેવી લગભગ અશકય છે તથા જો યુનિવર્સીટીની બાકી તમામ પરીક્ષાઓ જુન – જુલાઈમાં લેવામાં આવે તો શૈક્ષણીક વર્ષ ૨૦૧૧-૧૨ નું પ્રથમ સત્ર શરૂ થતા થતા ઓગષ્ટ – સપ્ટેમ્બર આવી જાય તથા કોરોના સંક્રમણ તથા ચોમાસાના વરસાદની બન્ને સમસ્યાનો સામનો કરવો પડે તુવા સંજોગોમાં હાલની કોરોના મહામારીની વિપરીત પરિસ્થિતીમાં રાજયની કોલેજોમાં વિનિયન , વાણિજય તથા વિજ્ઞાન શાખાના સેમેસ્ટર -૪ તથા સેમેસ્ટર -૬ ના વિદ્યાર્થીઓને સરકારશ્રી દ્વારા માસ પ્રમોશન આપવામાં આવે તો યુનિવર્સીટીઓ પરથી પરીક્ષાઓનું ભારણ ઓછું થાય તથા હજારો વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ અટકાવી શકાય તથા કારકિર્દી માટે મહત્વનું એવું ફાઈનલ યર સેમ – પ તથા અનુસ્નાતક સેમેસ્ટર -૧ નું પ્રથમ સત્ર જૂન ૧૫ થી શરૂ કરી શકાય .

Follow Me:

Related Posts