fbpx
અમરેલી

અમરેલીનો ઠેબી ડેમ ભલે પુરો ભરાયો નથી પણ ગમે ત્યારે દરવાજા ખોલાશે !

અમરેલી તાલુકાના અમરેલી નજીકમાં ઠેબી નદી પર આવેલ ઠેબી સિંચાઈ યોજના માટે નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના પરિપત્ર મુજબ ઠેબી યોજનામાં રુલ લેવલ જાળવવા માટે ગમે તે સમયે દરવાજા ખોલવામાં આવશે. આથી ઠેબી સિંચાઈ યોજનામાંથી પાણી છોડવામાં આવે ત્યારે અમરેલી તાલુકાના અમરેલી, પ્રતાપપરા, ફતેપુર અને ચાંપાથળ સહિતના ગામમાં અને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈએ અવર જવર કરવી નહિ. જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે ઠેબી નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં અવર જવર ન કરવા વાયરલેસ ઓપરેટર અમરેલી ફ્લડ સેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.  હાલમાં જળાશયનું હાલનું લેવલ ૧૨૪.૫૦ મીટર છે. જળાશયની હાલની ઊંડાઈ ૩.૯૦ મીટર છે. જળાશયનો હાલનો કુલ જથ્થો ૫.૭૧૫૦ મિલિયન ક્યુબિક મીટર, જળાશયનો હાલનો જીવંત જથ્થો ૫.૦૪૭૬ મિલિયન ક્યુબિક મીટર, હાલમાં પાણીની આવક ૧૭૪ ક્યુસેકસ થઈ છે. જળાશયનો ડીઝાઈન સ્ટોરેજ ૧૦.૬૫ મિલિયન ક્યુબિક મીટર છે અને ડીઝાઈન સ્ટોરેજ મુજબ પાણીની ટકાવારી ૫૩.૬૬ ટકા છે. આજરોજ તા.૧૧  સપ્ટેમ્બર,૨૦૨૨ના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે આ અંગે સતર્કતા અંગે સૂચના જારી કરવામાં આવી છે.

Follow Me:

Related Posts