અમરેલી

અમરેલીમાંથી પસાર થતા વિવિધ નેશનલ હાઈવેના રીસફેૅસીંગ તેમજ મજબૂતીકરણની કામગીરીને મંજુરી

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા તેમના સંસદીય વિસ્તારના વિકાસ માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકારમાં સતત રજૂઆતો કરતા આવ્યા છે ત્યારે સાંસદ દ્વારા કેન્દ્રીય સડક પરીવહન અને રાજમાગૅ મંત્રી નીતિનભાઈ ગડકરી અને નેશનલ હાઈવે ડીવીઝનને કરવામાં આવેલ રજૂઆતોના ફળ સ્વરૂપે અમરેલી જીલ્લામાંથી પસાર થતા વિવિધ નેશનલ હાઈવેના મજબૂતીકરણ અને રીસરફેસીંગના કામો માટે રૂા. ૧૦૮.૯૩ કરોડ જેવી માતબર રકમ મંજુર કરવામાં આવેલ છે.

જેમાં ઉના–બેડીયા–ખાંભા નેશનલ હાઈવે ઉપર ર૧.૪૦ કી.મી. રોડના મજબૂતીકરણ માટે રૂ. ૯.૪પ કરોડ, બેડીયા–ખાંભા નેશનલ હાઈવે ઉપર ૧ર.૯૦ કી.મી. રોડના મજબૂતીકરણ માટે રૂા. પ.ર૯ કરોડ, નાગેશ્રી–ખાંભા નેશનલ હાઈવે ઉપર ર૮.ર૦ કી.મી. રોડના મજબૂતીકરણ માટે રૂા. ૧૩.૩૧ કરોડ અને ચલાલા–ગાવડકા ચોકડી સુધી નેશનલ હાઈવે ઉપર ૧પ.૧૬ કી.મી. રોડના મજબૂતીકરણ માટે રૂા. ૯.૩૬ કરોડ એમ કુલ ચાર નેશનલ હાઈવેના મજબૂતીકરણ માટે રૂા. ૩૭.૪૧ કરોડ મંજુર કરવામાં આવેલ છે.

તેમજ બગસરા–હામાપુર નેશનલ હાઈવે ઉપર ૧૦.ર૦ કી.મી. રોડના રીસરફેસીંગ માટે રૂ. ૪.૮૦ કરોડ, ખાંભા–ચલાલા નેશનલ હાઈવે ઉપર ૩૪.૬૪ કી.મી. રોડના રીસરફેસીંગ માટે રૂ. ૧૧.૯૬ કરોડ અને અમરેલી બાયપાસથી કમલાપુર નેશનલ હાઈવે ઉપર ૮પ.પર કી.મી. રોડના રીસરફેસીંગ માટે રૂ. પ૪.૭૬ કરોડ એમ કુલ ત્રણ નેશનલ હાઈવેના રીસરફેસીંગના કામ માટે રૂા. ૭૧.પર કરોડ મંજુર કરવામાં આવેલ હોવાનું સાંસદ કાયૉલયની અખબારી યાદીમાં જણાવેલ છે.

Related Posts