વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે નવા અમર ડેરી પ્લાન્ટ ખાતે વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણનો અમરેલી જિલ્લા સહકાર ટીમ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલિયા, જયંતિભાઈ પાનસુરીયા, પ્રવીણભાઈ માંગરોળીયા, અમર ડેરીના ડિરેકટર રાજેશભાઈ માંગરોળીયા, ચંદુભાઇ રામાણી, રામજીભાઈ કાપડીયા, ભાવનાબેન ગોડલીયા, કંચનબેન ગઢીયા, રેખાબેન કાકડીયા, અમર ડેરીના મેનેજિંગ ડિરેકટર ડો. આર.એસ. પટેલ., જી.એમ. ધાર્મિક રામણી સહિત દૂધ ઉત્પાદક સભાસદો હાજર રહ્યા હતા. તેમ અમર ડેરીની યાદીમાં જણાવેલ છે.
અમરેલીમાં ‘‘અમર ડેરી” ખાતે પ્રધાનમંત્રીના જન્મદિને વૃક્ષારોપણ થયું

Recent Comments