અમરેલી

અમરેલીમાં આજે જિલ્લા ભાજપ સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાશે

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ

અધ્યક્ષ શ્રી સી આર પાટીલ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે

કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા સાહેબ પણ કાર્યકર્તાઓને સંબોધન કરશે

જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા અને જિલ્લા ભાજપ ટીમ

દ્વારા ભવ્યાતિભવ્ય આયોજન

દુનિયાના સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીનું કમળ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ખીલ્યું છે. તેની પાછળ કાર્યકર્તાઓનું સમર્પણ અને મહેનત છે. રાષ્ટ્રહિત સર્વોપરી એ જ ભાજપના કાર્યકર્તાઓ માટે પ્રથમ છે.

આવતીકાલે ભાજપનો સ્થાપના દિવસ છે. તેની પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આજરોજ સાંજે ૦૫:૦૦ કલાકે તુલસી પાર્ટી પ્લોટ અમરેલી ખાતે સંમેલનનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ સંમેલનમાં ગુજરાતના ગૌરવવંતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. તદુપરાંત કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા સાહેબ પણ કાર્યકર્તાઓને સંબોધશે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી શ્રી આર સી મકવાણા, સંગઠન પ્રભારી શ્રી ભરતભાઈ બોઘરા અને શ્રી સુરેશભાઈ ગોધાણી સહિત ભાજપના આગેવાનો હાજર રહેશે.

જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે ભાજપમાં વ્યક્તિને કોઈપણ પદ  આપવામાં આવે પણ એ કાર્યકર્તાની ભાવનાથી જ કામ કરે છે. આ સંમેલનમાં સક્રિય સદસ્યોને કાર્ડ આપવામાં આવશે. આ સંમેલન સૌ કાર્યકર્તાઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.

Related Posts