fbpx
અમરેલી

અમરેલીમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન

અમરેલીમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત હર ઘર તિરંગા‘ થીમ પર ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન ઓગસ્ટ માસ દરમ્યાન કરવામાં આવશે.  આ કાર્યક્રમનો હેતુ બાળકોને ચિત્રકલામાં રુચિ વિકસે અને તેઓને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી મળી રહે અને બાળકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે હેતુને ધ્યાનમાં લઈને ૬ થી ૧૪ વર્ષ સુધીના બાળકોને ચિત્રકામ માટે જરુરી સાધનો જેવા કેપેન્સિલરબરકલરબોકસ તથા ડ્રોઈંગ પેપર જેવી સામગ્રી જિલ્લા રમત ગમત કચેરી દ્વારા આપવામાં આવશે. વર્કશોપમાં ભાગ લેવા માટે અરજી ફોર્મ બ્લોગ એડ્રેસ dsoamreli.blogspot.com પરથી અથવા કચેરી ખાતેથી મેળવી લેવાનું રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીએ પોતાની અરજી તૈયાર કરી ઉંમરના આધાર-પુરાવા સાથે તા.૦૧ ઓગસ્ટ-૨૦૨૨ બપોરના ૧૨ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી,રમત ગમત કચેરી,બહુમાળી ભવન,બ્લોક-સીરુમ નં-૧૧૦/૧૧૧પ્રથમ માળેઅમરેલીની મોકલવાની રહેશે. વધુ જાણકારી માટે સંપર્ક નંબર (૦૨૭૯૨) ૨૨૩૬૩૦ પર સંપર્ક કરશોજિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ધર્મેશ                                                                       ૦૦૦

Follow Me:

Related Posts