અમરેલીમાં આપના કાર્યકર્તાઓએ ધરણા યોજી સૂત્રોચ્ચાર કરતા 15 કાર્યકર્તાઓની અટકાયત
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ આપ દ્વારા ચેરમેન આસિત વોરાને તેના પદ પરથી હટાવવાની માગ કરી રહ્યા છે. આજે અમરેલી આપના કાર્યકર્તાઓ દ્વારા કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું. કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરાતા પોલીસે આપના પ્રમુખ સહિત 15 કાર્યકરોની અટકાયત કરી હતી.
અમરેલી આપના કાર્યકર્તાઓ દ્વારા કલેકટરને આપવામા આવેલા આવેદનપત્રમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરાને તેમના હોદા પરથી દૂર કરવાની માગ કરવામા આવી છે. કલેકટરને આવેદનપત્ર પાઠવ્યા બાદ કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરતા પોલીસે 15 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
Recent Comments