અમરેલીમાં ‘‘ઈફકો”નાં ચેરમેન દિલીપ સંઘાણીનું ભવ્ય સન્માન
અમરેલીનાં ધારી માર્ગ પર આવેલ “અમર ડેરી” ખાતે “ઈફકો”નાં નવનિયુકત ચેરમેન દિલીપ સંઘાણીનું શહેરની વિવિધ સંસ્થાઓનાં પ્રતિનિધિઓ, રાજકીય અને સામાજિક આગેવાનો ઘ્વારા અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રિય મંત્રી અને દિલીપ સંઘાણીનાં વિદ્યાર્થીકાળનાં સાથીદાર પરશોતમભાઈ રૂપાલાએ દિલીપ સંઘાણીનાં સંઘર્ષ અને સફળતાનું વર્ણન કર્યુ હતું અને છેલ્લા પ0 વર્ષથી તેઓ તેમની સાથે હોવાનું જણાવીને સમગ્ર સંઘાણી પરિવારે ભાજપ માટે આપેલ યોગદાનને યાદ કર્યુ હતું. આ કાર્યક્રમમાં રાજય સરકારનાં મંત્રી રાઘવજીભાઈ પટેલ, આર.સી. મકવાણા, સાંસદ કાછડીયા, ભાજપા પ્રમુખ કૌશિક વેકરીયા, અશ્વિન સાવલિયા, પી.પી. સોજીત્રા, ડો. કાનાબાર, મીઠાભાઈ લાખણોત્રા, રશ્વિનભાઈ ડોડીઆ, ગોપાલભાઈ વસ્તરપરાસહિતનાં આગેવાનો પણ ઉપસ્થિત રહૃાા હતા. જિલ્લાભરનાં રાજકીય અને સામાજિક આગેવાનો ઘ્વારા દિલીપ સંઘાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.
Recent Comments