અમરેલીમાં એક ગામમાં ત્રણ સિંહ આવી જતા રખડતા પશુઓમાં દોડધામ, સિંહના આંટાફેરા સીસીટીવીમાં થયા કેદ

અમરેલી તાલુકાના દેવળીયા ગામમાં ત્રણ સિંહ શિકારની શોધમાં આવી ચડતા રેઢિયાળ પશુઓમાં દોડધામ મચી હતી. પશુઓની પાછળ ગામના રસ્તાઓ પર દોડી રહેલા સિંહના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. જે હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. અમરેલી જિલ્લામાં ગીરને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર સિંહ ચડી આવે છે. અમરેલી તાલુકાના દેવળીયા ગામની બજારોમાં ત્રણ સિંહ આંટાફેરા કરતા જાેવા મળ્યા હતા. રખડતા પશુઓની પાછળ દોડી રહેલા સિંહના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા.
હાલમાં સમગ્ર રાજય અને અમરેલી જિલ્લામાં વનરક્ષકો ગ્રેડ પે સહિત વિવિધ માંગને લઈ હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે વધુ મુશ્કેલી સર્જાય રહી છે. જાેકે આજથી સુરક્ષા વધારવા માટે દરેક વિસ્તારમાં એસઆરપીની ટીમો તૈનાત કરી દેવાય છે. જે રેવન્યુ વિસ્તાર અને જંગલ વિસ્તારમાં આ ટીમો પણ પેટ્રોલિંગ કરવા માટે તૈનાત રાખવામાં આવી છે. જ્યાં સુધી હડતાળ સમેટાય નહિ ત્યાં સુધી એસ.આર.પી જવાનો પેટ્રોલિંગ કરવાના છે.
Recent Comments