અમરેલીમાં એસ.ટી. ડેપોનાં ચાલકે ફાયરીંગ કરતાં એસ.ટી.માં ચેકીંગ કરાયું
અમરેલીના રામજી મંદિર રોડ ખાતે ફાયરીંગની ઘટના ઘટી હતી જે અનુસંધાને એસ.પી. નિર્લિપ્ત રાયની સૂચના અનુસાર ડીવાયએસપી ભંડારીની રાહબરી હેઠળ અમરેલી સીટી પી.આઈ. જે.જે. ચૌધરી દ્વારા અમરેલીના એસ.ટી. ડેપોમાં આવતી તમામ રૂટોની બસોના ડ્રાઈવરોને બ્રેથ એનેલાઈજર મશીનથી ચેકીંગ કરવામાં આવેલ. જેથી ખ્યાલ આવે કે કોઈ ડ્રાઈવર નશો કરેલી હાલત પોતાની ફરજ પર લોકોના જીવન સાથે ચેડા તો નથી કરી રહયાને તે બાબતને લઈને અમરેલી શહેરસીટી પી.આઈ. જે.જે. ચૌધરી દ્વારા પોલીસ સ્ટાફને ખાસ સૂચના આપેલ એસ.ટી. સ્ટાફ તેમજ એસ.ટી. સ્ટોપની આસપાસ ફરતા અસામાજિક તત્વોનું પણ ચેકીંગ કરવા કડકમાં કડક સૂચના અપાઈ હતી.
Recent Comments