ભાજપ શાસિત અમરેલી નગરપાલીકામાં ગંદકીના ગંજ ખડકાય ગયા છે, આ કોરોના જેવી મહામારીમાં પણ સ્વચ્છતના નામે મીંડુ છે, અમરેલીના લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરવાનું કામ અમરેલી ભાજપ શાસિત નગરપાલીકા કરી રહી છે, માત્રને માત્ર સ્વચ્છતા અભ્યાન કાગળ ઉપર જ રહયું છે,ભાજપ શાસિત નગરપાલીકામાં પોતાના માનીતાઓને કચરા ઉઠાવવાનો કોન્ટ્રાકટ આપીને લાખો રૂપીયાનો ફાયદો કોન્ટ્રાકટરને શાસકો કરી રહયા છે, ભાજપ સરકાર દ્રારા માત્રને માત્ર સ્વચ્છતાની ગુલંબાગો ફેકવામાં આવે છે, વાસ્તવમાં પોતાના મળતીયાઓને કોન્ટ્રાકટ આપીને ખીચ્ચા ભરવાનું કામ આ ભાજપ શાસિત નગરપાલીકામાં થઈ રહયું છે.
અમરેલીમાં કચરાના ઢગલા ઉપાડવામાં ઠાગાઠૈયા :અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી

Recent Comments