fbpx
અમરેલી

અમરેલીમાં કલાકારો માટે યુવા મહોત્સવ અને ચિત્ર સ્પર્ધા યોજાશે

અમરેલી ખાતે જિલ્લા અને તાલુકાકક્ષાએ યુવા મહોત્સવ યોજાશે. સ્પર્ધાનું આયોજન ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને સ્વરૂપે કરવામાં આવશે. સ્પર્ધામાં ૧૫ થી ૨૯ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા હોય તે તમામ ભાગ લઈ શકશે. અ વિભાગ, બ વિભાગ અને ખુલ્લો વિભાગ એમ ત્રણ વિભાગમાં આ સ્પર્ધાઓ યોજાશે. જેમાં તાલુકા કક્ષાએ વકતૃત્વ, નિબંધ, પાદપૂર્તિ, ગઝલ શાયરી, કાવ્યલેખન, દોહા-છંદ-ચોપાઈ, લોકવાર્તા, સર્જનાત્મક કારીગરી, ચિત્ર, લગ્ન ગીત, હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, ભજન, સમૂહગીત, એકપાત્રીય અભિનય સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન ઓફલાઈન કરવામાં આવશે. તાલુકાકક્ષા સ્પર્ધાના એન્ટ્રીફોર્મ જે-તે તાલુકા કન્વીનરશ્રીને પહોંચાડવાના રહેશે.

જ્યારે જિલ્લાકક્ષાએ ઓનલાઈન યોજાનાર કૃત્તિઓની વિડીયો ક્લિપની CD અથવા પેનડ્રાઈવ દ્વારા રમત ગમત કચેરી અમરેલીને તા.૨૫-૦૮-૨૦૨૨ સુધીમાં એન્ટ્રીફોર્મ મોકલવાની રહેશે, જેમાં લોકનૃત્ય, લોકગીત, હિન્દી અથવા અંગ્રેજી એકાંકી,શાસ્ત્રીય કંઠ્ય સંગીત, સિતાર, વાંસળી, તબલાં, વીણા, મૃદંગ, હાર્મોનિયમ, ગીટાર, શાસ્ત્રીય નૃત્ય-કથ્થક, શાસ્ત્રીય નૃત્ય કુચીપુડી,શાસ્ત્રીય કંઠ્ય સંગીત હિન્દુસ્તાની, શાસ્ત્રીય નૃત્ય ભરત નાટ્યમ, શીઘ્ર વકૃત્વ સામેલ છે. તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થનાર સ્પર્ધક કે ટીમે જિલ્લા કક્ષાએ ભાગ લેવા આવવાનું રહેશે.

જ્યારે ઓનલાઈન સ્પર્ધાના પ્રથમ ક્રમે વિજેતા સ્પર્ધક/ટીમની સી.ડી., પેનડ્રાઈવ ઝોનકક્ષાએ મોકલવામાં આવશે. વધુ વિગતો માટે કચેરીના બ્લોગ એડ્રેસ dsoamreli.blogpost.com પરથી મેળવી લેવાની રહેશે. કચેરીના ફોન નં. (૦૨૭૯૨) ૨૨૩૬૩૦ પર સંપર્ક કરવો, એવું જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts