fbpx
અમરેલી

અમરેલીમાં કાતિલ શીત-લહેર, શહેર ઠંડુગાર બન્યું

અમરેલી પંથકમા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ઠંડીનુ કાતિલ મોજુ ફરી વળ્યું હતુ.

અમરેલી પંથકમા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ઠંડીનુ કાતિલ મોજુ ફરી વળ્યું હતુ.
તાપમાનનો પારો ગગડીને 12.8 ડિગ્રી સુધી પહોચી ગયો હતો. બીજી તરફ ભેજનુ પ્રમાણ વધુ હોય દિવસે પણ કડકડતી ટાઢ અનુભવાતી હતી. હવામાન વિભાગ દ્વારા આમ તો માવઠાની આગાહી કરાઇ હતી. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમા માવઠુ થયુ પણ હતુ. જો કે અમરેલી પંથકમા માત્ર વાદળો છવાયા હતા. અને આ વાદળો હટતા જ છેલ્લા ચોવીસ કલાકથી આ વિસ્તારમા કડકડતી ઠંડીનુ મોજુ ફરી વળ્યું છે. અમરેલી શહેરનુ મહતમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતુ. જયારે ન્યુનતમ તાપમાન 12.8 ડિગ્રી સુધી નીચે ગયુ હતુ. ગત સપ્તાહે પારો 10 ડિગ્રી સુધી પહોચ્યો હતો. જો કે તેના કરતા પણ આજે વધુ ઠંડી અનુભવાઇ હતી. કારણ કે હવામા ભેજનુ પ્રમાણ વધીને 83 ટકા સુધી થઇ ગયુ હતુ. આજે પવનની ગતિ પણ ઘણી વધારે હતી. અમરેલી શહેરમા પ્રતિ કલાક સરેરાશ 7.6 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. ઠંડીનુ મોજુ હજુ આગામી ત્રણ ચાર દિવસ જળવાઇ રહે તેવી શકયતા છે.

Follow Me:

Related Posts