fbpx
અમરેલી

અમરેલીમાં કોરોનાના કેસોની વચ્ચે તાવ-શરદીના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

અમરેલી જિલ્લામા કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે આ ઉપરાંત હાલમાં ઠંડીનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે જેના કારણે હાલમાં તાવ,શરદી,માથું દુઃખવું આ પ્રકારના સામાન્ય નોર્મલ વાયરસ ધરાવતા દર્દીઓ સતત આવી રહ્યા છે.

રાજુલા હોસ્પિટલમા અને વડીયા,અમરેલી સહિત હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સવારથી બપોર સુધી વધુ પડતી જોવા મળી રહી છે. મહિલાઓ બાળકો પુરુષો બધા જ લોકો આ પ્રકારના તાવમાં ઝપટે ચડી રહ્યા છે સાથે સાથે આર.ટી.પી.સી.આર રિપોર્ટ પણ શંકાસ્પદ દર્દીના કરવામાં આવી રહ્યા છે જેમાં કેટલાક પોઝિટિવ આવે છે તો કેટલાય નેગેટિવ પણ આવી રહ્યા છે. હાલમાં રાજુલા હોસ્પિટલમાં 250 જેટલી દરરોજની ઓપીડી નોંધાય છે આ ઉપરાંત વડીયા વિસ્તારમાં 200 જેટલી ઓપીડી આવી રહી છે.

છેલ્લા 1 અઠવાડીયાથી ઠંડી વધી રહી છે જેના કારણે તાવ શરદી ઉધરસ માથું દુઃખવું આ પ્રકારના દર્દીની સંખ્યા દરેક નાના મોટા ખાનગી સરકારી હોસ્પિટલમાં દર્દી વધુ પડતા આવી રહ્યા છે.વડીયાના સ્થાનીક જીજ્ઞેશભાઈ એ કહ્યું હાલમાં લોકો દિવસ ભર પોતાના કામ ધંધા નોકરી કરતા હોય છે. રાતે સુવે અને સવારે ઉઠે એટલે તાવ શરદી આવે છે પછી હોસ્પિટલમાં જાય છે ઘણા ના રિપોટ પોઝિટિવ આવે છે તો ઘણાના નેગેટીવ આવે છે પરંતુ જે રીતે લોકોએ વેક્સિનલઈ લીધી છે જેના કારણે ઘણો ફાયદો છે.

Follow Me:

Related Posts