અમરેલી

અમરેલીમાં કોરોના અંગે જાગૃતિ અને સતર્કતા આવે તે માટે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી

હાલમાં વધી રહેલા કોરોના સંક્રમણને ઘ્યાને લઇને અમરેલી પોલીસ દ્વારા લોકોમાં કોરોના અંગે જાગૃતિ અને સતર્કતા આવે તે માટે વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવેલ તેમજ સંક્રમણથી બચવા માસ્કનું વિતરણ તથા કોવિડ અંગેની ગાઈડલાઇનની સમજ કરવામાં આવેલ.

અમરેલી જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં સોમવારે 23 કેસ નોંધાયા હતા. નવા કેસમાં અમરેલીમાં સૌથી વધુ 10 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગમાં ચિંતા જોવા મળી રહી છે.

જિલ્લામાં સોમવારે નવા નોંધાયેલા કેસમાં અમરેલીમાં 10, બાબરા 1, બગસરા 2, ધારી 3, ખાભા 2, કુકાવાવ 2, લાઠી 1 તેમજ સાવરકુડલામાં 2 કેસ સામે આવ્યાં છે. જિલ્લામાં આજે 6938 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લામા કોરોના અજગર ફુંફાડા મારી રહ્યો છે. અહી રોજબરોજ પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. શનિવારે 21 પોઝિટિવ કેસ તેમજ રવિવારે 16 પોઝિટિવ કેસ નોંધાયા બાદ સોમવારે નવા 23 કેસ નોંધાયા હતા. ખાસ કરીને અમરેલી શહેરમાં કોરોનાના કેસમાં ખુબ જ વધારો થઈ રહ્યો છે જે ચિંતાજનક છે. લોકોમાં કોરોના અંગે જાગૃતિ અને સતર્કતા આવે માટે વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવેલ તેમજ સંક્રમણથી બચવા માસ્કનું વિતરણ તથા કોવિડ અંગેની ગાઈડલાઇનની સમજ કરવામાં આવેલ.

Related Posts