fbpx
અમરેલી

અમરેલીમાં કોરોના દર્દીઓ માટે ચાલતી ટીફીન સેવાની વહારે સાવરકુંડલાનાં વતની મનુભાઈ જીયાણી દ્વારા ર૦૦ મણ ઘઉંનું દાન આપ્યું : પી.પી.સોજીત્રા

સુખનાથ ચોક પટેલવાડી ખાતે કોરોનાનાં દર્દીઓ માટે શહેરની તમામ હોસ્પીટલો તેમજ જે લોકો ઘરે કોરોનાની સારવાર લઈ રહયા હોય તેવા દર્દીઓ માટે રોજનાં ૯૦૦ થી ૧૦૦૦ જેટલા ટીફીનની સેવા સુખનાથ ચોક પટેલવાડી ખાતે સોજીત્રા પરિવાર દ્વારા ચાલી રહેલ હોય આ સેવા યજ્ઞમાં સાવરકુંડલાનાં વતની અને આફ્રિકાનાં ઉધોગપતિ મનુભાઈ જીયાણી દ્વારા આજરોજ ર૦૦ મણ ઘઉંનું દાન આપવામાં આવેલ છે. આ ઉપરાંત (૧) રૂા.૧૦,૦૦૦/– જીતુભાઈ જોષી નેશનલ ઈન્સ્યોરન્સ (ર) રૂા.૧૧,૦૦૦/– બિમલભાઈ સાવલીયા (૩) રૂા.૧પ,૦૦૦/– પારસ પ્લાયવુડ ત્રિકમભાઈ પોકાર, (૪) રૂા.પ૦૦૦/– ચંદન પ્લાયવુડ દેવજીભાઈ પોકાર (પ) રૂા.પ૦૦૦/– ભવનેશભાઈ પરીખ (૬) રૂા. રપ૦૦/– અમરશીભાઈ કાનાણી (૭) રૂા.૩૦૦૦/– નનુભાઈ કાનજીભાઈ ભંડેરી (૮) રૂા.પ૧૦૦/– બાબુભાઈ કિકાણી– અમુલ ઓઈલ મીલ (૯) રૂા.રપ૦૦/– રામભરોસે (૧૦) રૂા.૩૦૦૦/– ડો.રામાણીસાહેબ (૧૧) રૂા.૧૦૦૦/– પિયુષભાઈ કાછડીયા (૧ર) રૂા.૧૦૦૦/– ધનસુખભાઈ (૧૩) રૂા. ર૦૦૦/– અતુલભાઈ પાનસુખરીયા (૧૪) લલીતભાઈ ઠુંમર તરફથી ર૦૦ એમ.એલ.ની પ૦૦૦ પાણીની બોટલ તેમજ પી.એમ. આંગડીયાવાળા સુકેતુભાઈ ભુતા તરફથી ૧૦,૦૦૦ પાણીની બોટલ આ સેવાયજ્ઞમાં આપેલ છે.
આ સેવાયજ્ઞમાં વિશ્વ હિન્દુ પરિષદનાં ભરતભાઈ કાનાણી, યોગેશભાઈ ગણાત્રા, ઘનશ્યામભાઈ રૈયાણી તેમજ બિપીનભાઈ કાબરીયા, મોન્ટુ ગુંદરણીયા, રાજુભાઈ (લારા) ઝાલાવાડીયા, બી.એમ. ચોક યુવક મંડળ, સુખનાથ ચોક યુવક મંડળનાં તમામ કાર્યકર્તાઓનાં અથાગ પરિશ્રમથી આ સેવાયજ્ઞ ચાલી રહેલ છે. તેમ પી.પી.સોજીત્રાએ એક અખબારયાદીમાં જણાવેલ છે

Follow Me:

Related Posts