અમરેલીમાં કોરોના વધુ 2 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3776 પર
અમરેલી જિલ્લામાં આજે સાવરકુંડલા,બાબરા તેમજ લાઠીમાં વેકસીનના ડોઝ આપ્યા. આજે જિલ્લામાં 2 પોઝિટિવ સામે 2 ડિસ્ચાર્જ.
સાવરકુંડલા, બાબરા તેમજ લાઠીમાં ડોકટરોને વેકસીન ના ડોઝ અપાયા. આજે 2 પોઝિટિવ સામે 2 ડિસ્ચાર્જ
અમરેલી જિલ્લામાં કોરોનાનો અંત લાવવા વેકસીન ના ડોઝ આપવાનું શરૂ થઈ ગયું છે. આજે જિલ્લામાં સાવરકુંડલા માં 59, બાબરમાં 86 તેમજ લાઠીમાં 62 મળી કુલ 207 લોકોને વેકસીનના ડોઝ આપવામાં આવ્યા. પ્રાથમિક તબક્કામાં ડોક્ટરો તેમજ હેલ્થને લગતા કર્મચારીઓને વેકસીનના ડોઝ અપાય રહ્યા છે. બહાર નીકળો ત્યારે માસ્ક અચૂક પહેરો સાથે સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન પણ અવશ્ય કરો.
આજ તા. 19 જાન્યુઆરીના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લા માં વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ ફક્ત 35 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા છે. આજે 2 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોના થી અત્યાર સુધીમા 41 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3776 પર પહોંચ્યો.
Recent Comments