fbpx
અમરેલી

અમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3799 પર

આજે 3 પોઝિટિવ સામે 1 ડિસ્ચાર્જઅમરેલી જિલ્લામાં કોરોનાને કાબુમાં લેવા વેકસીન ના ડોઝ શરૂ થઈ ગયા છે. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 3800ની સાવ નજીક પહોંચી ગયો છે. હવે જિલ્લો કોરોના મુક્ત થવા આગળ વધી રહ્યો છે. સારવાર હેઠળ હવે ફક્ત 27 કોરોના દર્દીઓ જ રહ્યા. હજુ અમરેલી જિલ્લો કોરોના મુક્ત થયો ના  હોવાથી જ્યારે  બહાર નીકળો ત્યારે માસ્ક અચૂક પહેરો સાથે સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન પણ અવશ્ય કરો. આજ તા. 26 જાન્યુઆરીના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લા માં વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ ફક્ત 27 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા છે. આજે 1 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોના થી અત્યાર સુધીમા 41 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3799 પર પહોંચ્યો.

Follow Me:

Related Posts