અમરેલી

અમરેલીમાં કોરોના વધુ 4 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3821 પર

અમરેલી જિલ્લામાં આજે 686 લોકોને વેકસીનના ડોઝ આપવામાં આવ્યા. જિલ્લામાં પોલિયો રસીકરણમાં રેકોર્ડબ્રેક 103.27% રસીકરણ કરવામાં આવ્યું. જિલ્લામાં આજે 4 પોઝિટિવ સામે ફક્ત 1 ડિસ્ચાર્જ.           અમરેલી જિલ્લામાં વેકસીનના ડોઝનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આ રાઉન્ડમાં જિલ્લા ના તમામ સરકારી કર્મચારીઓને વેકસીનના ડોઝ આપવામાં આવી રહ્યા છે. આજે કુલ 686 સરકારી કર્મીઓને વેકસીનના ડોઝ આપવામાં આવ્યા હતા. રવિવારના દિવસે પોલિયો રવિવાર હોવાથી અમરેલી જિલ્લામાં 0 થી 5 વર્ષના બાળકોને રસી પીવરાવવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં આ વખતે પોલિયોની કામગીરી 103.27% રેકોર્ડ બ્રેક રહી હતી. જિલ્લામાં કુલ 1,33,943 બાળકોને પોલિયોની રસી પીવરાવી રેકોર્ડ સર્જ્યો હતો. કોરોના વેકસીનના પ્રથમ રાઉન્ડમાં આરોગ્ય સાથે સંકળાયેલા તમામ સરકારી અને ખાનગી ડોક્ટરો અને તમામ આરોગ્ય કર્મીઓને ડોઝ આપવામાં આવ્યા હતા. તે પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે. આજ તા. 2 ફેબ્રુઆરીના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લામાં 4 પોઝિટિવ કેસ નોંધાયા.  હાલ સારવાર લઈ રહેલા કુલ દર્દીઓની સંખ્યા 30 રહેવા પામી છે. આજે 1 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 41 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3821 પર પહોંચ્યો.

Follow Me:

Related Posts