અમરેલી જિલ્લામાં આજે કુલ 241 વેકસીનેશન ડોઝ અપાયા. જિલ્લા માં આજે 5 પોઝિટિવ સામે 7 ડિસ્ચાર્જ.
આજે અમરેલી જિલ્લામાં ત્રણ જગ્યાએ ના ડોઝ આપવામાં આવ્યા હતા. અમરેલી શહેરમાં 102, જાફરાબાદમાં 90 તેમજ ધારીમાં 49 એમ કુલ 241 લોકોને વેકસીનના ડોઝ આપવામાં આવ્યા હતા. રોજ કોરોના પોઝિટિવ કેસો નોંધાય છે જ હજુ અમરેલી જિલ્લો કોરોના મુક્ત થયો ના હોવાથી જ્યારે બહાર નીકળો ત્યારે માસ્ક અચૂક પહેરો સાથે સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન પણ અવશ્ય કરો. આજ તા. 22 જાન્યુઆરીના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લા માં વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ ફક્ત 33 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા છે. આજે 7 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોના થી અત્યાર સુધીમા 41 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3789 પર પહોંચ્યો.
અમરેલીમાં કોરોના વધુ 5 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3789 પર


















Recent Comments