અમરેલી જિલ્લામાં આજે 6 પોઝિટિવ કેસ સામે 3 ડિસ્ચાર્જ. છેલ્લા ઘણા દિવસોથી જિલ્લામાં સિંગલ ડીઝીટમાં પોઝિટિવ કેસ નોંધાય છે
હમણાં છેલ્લા ઘણા દિવસોથી સિંગલ ડીઝીટમાં પોઝિટિવ કેસો નોંધાય છે. સાથે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા પણ ખૂબ ઘટતી જાય છે. છેલ્લા દિવસોમાં ડિસ્ચાર્જની સંખ્યા પણ વધતી જતા હવે એ દિવસો નજીક આવી રહ્યા છે કે અમરેલી જિલ્લો જલ્દી કોરોના મુક્ત થશે. હાલ સારવાર લઈ રહેલા દર્દીઓનો આંક પણ ઘટતો જાય છે. ભુલાય નહિ અત્યારે માસ્ક જ એકમાત્ર વેકસીન છે. આજ તા. 8 જાન્યુઆરીના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લા માં વધુ ફક્ત 6 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ ફક્ત કુલ 39 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા છે. આજે 3 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોના થી અત્યાર સુધીમા 41 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3738 પર પહોંચ્યો.
અમરેલીમાં કોરોના વધુ 6 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3738 પર


















Recent Comments