અમરેલી

અમરેલીમાં ગેસ કંપનીના પાપે ગટરના ગંધાતા પાણી પીવાના પાણીમાં ભળી ગયા

અમરેલી શહેરના હનુમાનપરા વિસ્‍તારમાં આવેલા ગુણાતીતનગરમાં ઘણા સમયથી હૈયાત પાણીની પાઈપ લાઈનમાં ગંદા પાણી ભળવાની સમસ્‍યા હતી. લોકોને પીવાનું તો દૂર હાથ ધોઈ શકે તેવું પણ પાણી ન આવતું, જેથી અમરેલી નગરપાલિકા તરફથી આ ફરિયાદના નિવારણ માટે પાણીની લાઈનો પર અલગ અલગ ખાડાઓ ખોદીને કામગીરી શરૂ કરવામાં આવી અને અંદાજે ર8 દિવસ બાદ આ ફોલ્‍ટ મળ્‍યો.

જેમાં ગુજરાત ગેસ કંપની તરફથી ગેસ લાઇનની કામગીરી દરમ્‍યાન હોરીઝોન્‍ટલ બોર હોલ સિસ્‍ટમથી ગેસ લાઇન પસાર કરેલ અને આ કામગીરીમાં અમરેલી નગરપાલીકા હસ્‍તકની પાણીની પાઈપ લાઈન તથા બાજુમાં રહેલ ડ્રેનેજ લાઇન ડેમેજ થયેલ અને આ જગ્‍યાએ થી આ વિસ્‍તારને ગંદા પાણી ભળવાની સમસ્‍યા શરૂ થઈ, આ ઉપરાંત તાજેતરમાં જ શહેરના સરદારનગર વિસ્‍તારમાં આ પ્રકારની જ ફરિયાદ હતી જેના નિકાલ કરેલ છે, અને આવી ઘણી ફરિયાદ નિકાલ અમરેલી નગરપાલીકા તરફથી કરેલ છે, તેમજ હજુ શહેરમાંગંદા પાણી ભળવાની ઘણી ફરિયાદ મળતી રહે છે.

આ પ્રકારની ફરિયાદોના નિકાલ માટે પૂરતા મેનપાવર તથા રીપેરીંગ માટે મટીરીયલ્‍સના વપરાશ અમરેલી નગરપાલીકાને કરવા પડે છે, તથા લોકોના રોષનો ભોગ પણ અમરેલી નગરપાલીકાને જ બનવું. પડે છે, વધુમાં આ પ્રકારના ફોલ્‍ટ મળ્‍યા બાદ રીપેરીંગ માટે ગુજરાત ગેસ કંપનીને જાણ કરવામાં આવે છે તો તેમના દ્વારા કોઈપણ પ્રકારની ગંભીરતા લેવામાં આવતી નથી અને ભારપૂર્વક કહીએ તો જણાવવામાં આવે છે કે તમારે જે કાર્યવાહી કરવી હોય એ કરી લો એ કામગીરી અમારામાં ના આવે, આ વાત જે તે વિસ્‍તારના સદસ્‍યો તથા લોકો સારી રીતે જાણે જ છે, હજુ સંપૂર્ણ અમરેલી શહેરમાં ગેસ લાઇનની કામગીરીઓ તો થઈ નથી ત્‍યાંજ આટલી ફરિયાદો આવે છે તો વિચારો પછી શું થશે, જેથી હવે આ બાબતે સતર્કતા નહિ દાખવીએ તો જાહેર આરોગ્‍યને નુકસાન પહોંચશે અને ભવિષ્‍યમાં પરિસ્‍થિતી ખૂબ વિકટ થવાની સંભાવના છે અને આ તમામ ફરિયાદોના નિકાલ માટેના આર્થિક ભારણ અમરેલી નગરપાલીકા પર આવશે.

Related Posts