અમરેલીમાં જમીનમાંથી શિવલીંગ નીકળવાની ઘટના તૂત સાબિત કરતું વિજ્ઞાન જાથા અમરેલીમાં ભૂઈના કારસ્તાનનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા
સરકરી જમીન હડપ કરવાનો ભૂઈનો ખેલ નિષ્ફળ બનાવતું જાથા. 5 મહિના પહેલાનું સ્વપ્ન, શિવલીંગ નીકળવું ભૂઈનું તર્કટ જમીનદોસ્ત. ભૂઈ ઘરમાં જુગાર રમાડતી બે વાર પોલીસ દફતરમાં નોંધ નીકળી. શિવલીંગના ચમત્કારમાં ત્રણ પુરૂષ, બે મહિલાના નામ સામે આવ્યા. ભૂઈએ ધૂણવાનું બંધ, ભ્રમ ફેલાવા માટે લોકોની માફી માંગી લીધી. અમરેલી એસ.પી., એલ.આઈ.બી. સીટી-તાલુકા પોલીસની પ્રશંસનીય કામગીરી. વિજ્ઞાન જાથાનો ૧૨૫૬ મો સફળ પર્દાફાશ.અમરેલી લાઠી રોડ ઉપર ગિરધરનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલા સરકારી જમીનમાંથી સ્વયંભૂ શિવલીંગ નીકળવાની ઘટનામાં ભૂઈ માલતીબેન અરજણભાઈ ભુવા તથા તેના મળતીયાનું કારસ્તાન નર્યું તુત, બોગસ સાબિત કરી સમગ્ર પ્રકરણનો ભાંડાફોડ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે અમરેલી સીટી-તાલુકા પોલીસ સ્ટેશનથી મદદથી કર્યો હતો. જાથાને ૧૨૫૬ મા પર્દાફાશમાં સફળતા મળી હતી.બનાવની વિગત પ્રમાણે થોડા દિવસ પહેલા ગિરધરનગર વિસ્તારમાં હનુમાનજી મંદિરની પાછળ જમીનમાંથી સ્વયંભૂ શિવલીંગની ઘટના ચમત્કારનું સ્વરૂપ ધારણ કરતાં લોકો દર્શન માટે ઘેલા બન્યા હતા. ભૂઈએ ધૂણીને પિતૃ, દુઃખ-દર્દ, આધી-વ્યાધિ, ઉપાધિ દૂર થશે, દર્શન કરવાથી બેડો પાર, મોટું મંદિર બનાવવા સાથે પ્રચાર કરવા આદેશ આપ્યો હતો. આ મહિલાએ ધૂણતા મહાદેવનું નામ ગોપીશંકર રાખવા અને નંદી ગણપતિ દાદા, હનુમાન દાદા, કાળભૈરવ દાદાની મૂર્તિઓ હરિદ્વારથી લાવવાનો પણ આદેશ આપ્યો હતો. મંદિરની બાજુનો રસ્તો સરકારી જમીનમાંથી શિવલીંગનું પ્રાગ્ટય કર્યું હતું. સમગ્ર ચમત્કાર સાગ્રીતોની મદદથી કરવામાં આવ્યો હતો. ફંડ-ફાળાની ગતિવિધિ આરંભ થઈ ગઈ હતી. ભૂઈ માલતીબેને ઉભો કરેલા ચમત્કારથી પડોશીઓ નારાજ હતા તેની વચ્ચે સોશ્યલ મિડીયાએ સ્થાન લીધું. અફવાથી શિવલીંગનો ચમત્કારે શંકાનું સ્થાન ઉભું થયું. સમગ્ર મામલો જાથાના કાર્યાલયે પહોંચ્યો. જમીનમાંથી નીકળવાની ઘટનાનો વિડીયો મોકલવામાં આવ્યો.
જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ શિવલીંગના ચમત્કારનો વિડીયો બારીકાઈથી નિરીક્ષણ કરતાં અનેક શંકાઓ સાથે ષડયંત્રપૂર્વકનું કાવત્રું નજરે પડતા કાર્યકરોને તપાસ કરવા મોકલ્યા. સૌ પ્રથમ ૫ડોશીઓએ ભૂઈએ જ ધતિંગ કર્યું છે. ભૂઈ માલતીબેન ભુવા અગાઉ બે વાર જુગાર પોતાના ઘરે રમાડતા પકડાઈ ગયા હતા. કુલ ચાર વાર જુગારના ખેલમાં સંડોવણી ખુલ્લી હોવાનું બહાર આવ્યું હતું. પોતાના ઘર પાછળ ખાડો ખોદી શિવલીંગ મુકી દીધું છે. તેમાં ત્રણ પુરૂષ, બે મહિલાના નામ આપવામાં આવ્યા હતા. ભૂઈની જેમ બે મહિલાઓ પણ ધૂણે છે. મિલાપીપણામાં ચમત્કારનો અંજામ આપવામાં આવ્યો છે. પુરાવા આપવામાં આવ્યા, ભાંડાફોડનો રસ્તો મોકળો બન્યો હતો.જાથાના જયંત પંડયાએ ભૂઈ માલતીબેનના પર્દાફાશ માટે મુખ્યમંત્રી, અધિક મુખ્ય સચિવ ગૃહ મંત્રાલય, ડી.જી.પી. ગાંધીનગર, આઈ.જી.પી. ભાવનગર, એસ.પી. અમરેલીને પત્ર પાઠવી
પોલીસ બંદોબસ્ત-રક્ષણની માંગણી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા હિમકર સિંઘએ સીટી-તાલુકા પોલીસ સ્ટેશનને જરૂરી આદેશ આપી દીધો. ફંડ-ફાળા શરૂ થાય તે પહેલા ભાંડાફોડ કરવાનું નક્કી થયું. રાજકોટથી જાથાના જયંત પંડયાના વડપણ હેઠળ એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સિનીયર કલાર્ક ભાનુબેન ગોહિલ, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, બિલડીના બટુકભાઈ બારોટ, સ્થાનિક રાજુભાઈ યાદવ, ગૌરાંગ સોઢા, તાલુકા પોલીસ સ્ટેશને પહોંચી ગયા. જયાં એલ.આઈ.બી. ના એ.એસ.આઈ. રમેશભાઈ વાળા, પી.એસ.ઓ. મુન્નાભાઈ વાઘેલા મળ્યા. પો.ઈન્સ. એમ. જે. બારોટને પર્દાફાશ સંબંધી વાત કરી. તેમણે પો.કોન્સ્ટે. લવજીભાઈ વાલજીભાઈ જાંબુચા, પો.કોન્સ્ટે. કેવલભાઈ જાની, મહિલા કોન્સ્ટે. દયાબેન રેણુકા, મહિલા કોન્સ્ટે. કવિતાબેન ગુજરીયા, ડી-સ્ટાફના મેહુલભાઈ મુંધવા, મેહુલભાઈ મકવાણા, દેવાયતભાઈ ભેડી, સહદેવસિંહ જાડેજા ફાળવતા ગિરધરનગર ભૂઈના ઘરે પહોંચી ગયા.જાથાના જયંત પંડયાએ ભૂઈ માઈતીબેનને પૂછતા ચમત્કાર કરવો, ભ્રમ ફેલાવો અંધશ્રદ્ધા છે, ગુન્હો બને છે. તેમણે પ્રતિકાર આપ્યો મને માતાજી આવે છે. ૭ વર્ષથી મને સ્વપ્ન આવે છે, ૬ માસથી ધૂણું છું, દલીલબાજી કરી. પછી પોલીસ સાથે પરામર્શ કરી પોલીસ સ્ટેશને લઈ જવાનો નિર્ણય કર્યો. ત્યારે મંદિરની સેવા-પૂજા કરતા દિલીપભાઈ કુબાવત, પડોશી આવી ગયા. ત્યારે પોલીસની હદ સંબંધી ચર્ચા કરતાં સીટી પોલીસ સ્ટેશને લઈ જવાનો નિર્ણય કર્યો. રસ્તામાં પોલીસ સ્ટાફ ફાળવી દીધો. પો.ઈન્સ. કે. એલ. ખટાણાએ એ.એસ.આઈ. દિનેશભાઈ સરવૈયા, હેડ કોન્સ્ટે. પૃથ્વીભાઈ વાંક, કોન્સ્ટે. મેહુલભાઈ મારૂ, રાકેશભાઈ વકે, રોહિતભાઈ પરમાર, મયુરીબેન ખાટરીયા સ્ટાફ સાથે ભૂઈ માલતીબેનને સીટી પો. સ્ટેશને લાવવામાં આવ્યા. પોલીસે કાયદાની ભાષામાં વાત કરી.
પોલીસ સ્ટેશનમાં ભૂઈ માલતીબેન અરજણભાઈ ભુવાએ પોતાનાથી ખોટું થયું છે. સમગ્ર હકિકત બહાર આવી જતા કબુલાતનામું – માફી માંગવા તૈયાર થઈ ગયા અને શિવલીંગનો ચમત્કાર તૂત હતું. ષડયંત્રના ભાગરૂપે જમીનમાંથી શીવલીંગ બહાર કાઢવામાં આવ્યું હતું તેવી કબુલાત આપી દીધી. ભૂઈની જુગારના કિસ્સામાં પો. સ્ટેશનના દફતરે નોંધ બહાર આવી. બે વાર રડી પડયા. ભૂઈને હિંમત આપવી પડી.જાથાના જયંત પંડયાએ કબુલાતનામામાં વાંચી, લેખિતમાં સહી કરાવી તેમણે ધૂણવાનું કાયમી બંધ અને ભ્રમ ફેલાવા બદલ માફી માંગી લીધી. જાથાએ ફરિયાદી તૈયાર રાખેલ હોય મધ્યસ્થી આવેલાએ મામલો સંભાળ્યો હતો. સરકારી જમીન હડપ કરવાનું ષડયંત્ર બહાર આવ્યું હતું. શિવલીંગનું જમીનમાં નીકળવું તૂત સાબિત થયું હતું. ભૂઈનું સ્વપ્નની લીલા બોગસ સાથે વાહિયાત નીકળી હતી. ભૂઈને મદદે કોઈ આવ્યું ન હતું. જાથાએ ૧૨૫૬ મો ભૂઈનો ભાંડાફોડ કર્યો હતો.જાથાના જયંત પંડયાએ એસ.પી. હિમકર સિંઘને પર્દાફાશ સંબંધી વાત કરી સીટી-તાલુકા પોલીસ સ્ટેશનની પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા હતા. સ્વયંભૂ શિવલીંગના ચમત્કારની ઘટના બોગસ સાબિત કરતાં ભૂઈનો ખેલ સમાપ્ત જાથાએ કર્યો હતો.
Recent Comments