અમરેલીમાં જાહેર દિવાલો પર સ્વચ્છતા માટે પ્રેરિત કરતા કલાત્મક ચિત્રો કંડારાયા
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, આ સાથે નાગરિક સ્વચ્છતા માટે સજાગ બને તે માટે પણ રચનાત્મક પ્રવૃત્તિ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.અમરેલી શહેરની જાહેર દીવાલો પર નગરપાલિકા તંત્ર દ્વારા નાગરિકો કાયમી સ્વચ્છતા રાખવા માટે પ્રેરિત થાય તે માટે કલાત્મક ચિત્રો કંડારવામાં આવ્યા છે. લોકો જાહેર માર્ગો પરથી પસાર થાય અને તેમને માર્ગ સહિતના વિસ્તારોને સ્વચ્છ રાખવા, સફાઈ જાળવવા માટે પ્રેરિત થાય તે માટે કલાત્મક રીતે સ્વચ્છતા આગ્રહી બનવા માટે આ ચિત્રો – પેઇન્ટિંગ્સ ના માધ્યમથી સંદેશો આપવામાં આવી રહ્યો છે.આ ચિત્રોના માધ્યમથી લોકોને પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા, કચરો કચરાપેટીમાં નાખવા, જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા વગેરે રચનાત્મક રીતે સંદેશ આપવામાં આવ્યો છે. આમ, સ્વચ્છતા માટે લોકજાગૃત્તિ આવે તે માટે તંત્ર દ્વારા રચનાત્મક પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
Recent Comments