fbpx
અમરેલી

અમરેલીમાં જિલ્લા કક્ષાના નેશનલ મેગા લોક અદાલત સંપન્ન

અમરેલી જિલ્લામાં ગત તા.૧૩ ઓગસ્ટના રોજ ન્યાય મંદિર ખાતે અને જિલ્લાની તમામ તાલુકા કોર્ટમાં નેશનલ મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષશ્રી આર.ટી.વચ્છાણીના વડપણ નીચે યોજાયેલી નેશનલ મેગા લોક અદાલતમાં કુલ ૪,૨૮૨ કેસ ફેસલ થયા હતા. આ પૈકીના ૧,૬૫૬ -લીટીગેશનના કેસો ફેસલ થયા થયા હતા.  આ નેશનલ મેગા લોક અદાલતમાં એક જ દિવસ પ્રિ-લીટેગેશનમાં રુ.૩૫,૬૦,૦૭૮ અને સ્પેશિયલ સીટીંગ નીચે ક્લેઈમના કેસો તથા બીજા કેસો મળીને રુ.૪,૯૫,૯૭,૭૮૩ની માતબર રકમનનું ચૂકવણું થયું હતું.

આ નેશનલ મેગા લોક અદાલતને સફળ બનાવવા માટે અમરેલી જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજશ્રી આર.ટી. વાછાણીના માર્ગદર્શન નીચે જિલ્લાના તમામ જ્યુડીશીયલ અધિકારીશ્રીઓ, તમામ ન્યાયાધીશશ્રીઓ અને તેમના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરીશ્રીએ તમામ ન્યાયાશ્રીશશ્રીઓ, અમરેલી જિલ્લા વકીલ મંડળ, વકીલશ્રીઓ સાથે સંક્લન સાધ્યું હતું એમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી આર.પી. દેવેન્દ્રની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts