fbpx
અમરેલી

અમરેલીમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અસરગ્રસ્તોને અપાઇ રહેલી સહાય અને અન્ય રિસ્ટોરેશન કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરથી આ જિલ્લાના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કરી હતી

તાઉ’તે વાવાઝોડાથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અસરગ્રસ્તોને અપાઇ રહેલી સહાય અને અન્ય રિસ્ટોરેશન કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરથી આ જિલ્લાના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કરી હતી. આ જિલ્લાઓમાં અસરગ્રસ્ત પરિવારો અને વ્યક્તિઓને કેશડોલ્સ તેમજ ઘરવખરી સહાયની ત્વરાએ ચૂકવણીની હાથ ધરાઇ રહેલી કામગીરીની તલસ્પર્શી વિગતો કલેક્ટરો પાસેથી મેળવી હતી. રાજ્ય સરકારના નિયમો-ધોરણો અનુસાર આ કેશડોલ્સમાં પુખ્ત વયની વ્યક્તિ માટે રોજના રૂ. 100 અને સગીર-બાળક માટે રોજના રૂ. 60 પ્રમાણે 7 દિવસની કેશડોલ્સ ચૂકવવામાં આવે છે. તાઉ’તે વાવાઝોડાના તીવ્ર પવનની ગતિને કારણે આ ત્રણેય જિલ્લાઓમાં કાચા-પાકા મકાનો સંપૂર્ણ નાશ પામ્યા હોય, આંશિક નુકસાન થયું હોય-દિવાલ કે છત ધરાશાયી થઇ ગયા હોય, ઝૂંપડા નાશ પામ્યા હોય કે પશુ રાખવાના વાડા-ગમાણને નુકસાન થયું હોય તે અંગે પણ ચૂકવવામાં આવેલી સહાયની વિગતોની સમીક્ષા કરી હતી.

Follow Me:

Related Posts